Uncategorized

અરજદારો હેરાન પરેશાન: પાકા લાયસન્સ માટે 2 મહિનાથી એપોઇમેન્ટ ન મળતા 100થી વધુ અરજદારોને રઝળપાટ

આરટીઓ કચેરીમાં પાકા લાયસન્સના ડ્રાઇવિગ ટેસ્ટ માટે 2 મહીનાથી ઓન લાઇન એપોઇમેન્ટ નહીં મળતાં 100થી વધુ અરજદારો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે વારંવાર સર્વર સહિત ટેકનીકલ ખામી સર્જાતી હોવાથી અરજદારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા આરટીઓ તંત્રના 2 વ્હીલર અને ફોર વ્હીલરના ટેસ્ટના સ્લોટ વધારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આરટીઓ કચેરીમાં મોટાભાગના સેવાઓનો ખાનગી કરણની સાથે ઘણી બધી જવાબદારી અન્ય વિભાગને સોપી દેવાઈ છે. ત્યારે આરટીઓ કચેરી પાસે ડ્રાઇવીંગ ટેસ્ટ લઇને ચાલકોને લાયસન્સ આપવાની જવાબદારી રહી છે. પરંતુ બે માસથી નવા સોફટવેરના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ટેસ્ટ માટે એપોઇમેન્ટ નહીં મળતાં રઝળપાટ કરવાનો વખત આવી રહ્યો છે. કારણે કે ટ્રાફિક પોલીસ દ્વારા ચાલક પાસે ફરજીયાત લાયસન્સ માંગી રહ્યાં છે.

આ સમયે લાયસન્સ નહીં હોવાથી ચાલકોને દંડ ભરવાની નોબત આવે છે. બીજી તરફ આરટીઓ ઓનલાઇન ટેસ્ટ માટે એપોઇમેન્ટ આપે છે. જે મુજબ સવારે 8 કલાકે ફકત 10 મિનિટ ખુલ્લુ રાખ્યા બાદ બંધ કરી દે છે. જેના પગલે અરજદારોને મોબાઇલમાં વાહન ટેસ્ટ માટે એપ ડાઉન લોડ કરવી પડે છે. જિલ્લા આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં આણંદઆરટીઓમાં દૈનિક 70 એપોઇમેન્ટ આપે છે.

તેની જગ્યાએ દૈનિક 150 જેટલી એપોઇમેન્ટ આપવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરાશે.

નવી લોકેટ આરટીઓ સિસ્ટમને પગલે વારંવાર આખે આખો દિવસ સર્વર ખોરવાઇ જાય છે

રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન ડ્રાઇવિગ ટેસ્ટ માટે નવી લોકેટ આરટીઓ સિસ્ટમ નાંખી છે.

પરંતુ મોટાભાગની કચેરીમાં નેટવર્ક સમસ્યાને લઇને વારંવાર સર્વર ડાઉન થઇ જાય છે. એક વારં સર્વર ડાઉન થાય એટલે આખો દિવસ બંધ રહે છે. જેથી ઓનલાઇન ડ્રાઇવિંગ ટેસ્ટ થઇ શકતાં નથી. તેના કારણે એપોઇમેન્ટ મુજબ આવેલા અરજદારોને ધરમધક્કા ખાવાનો વખત આવે છે. જે બાબતે સરકારને રજૂઆત કરવામાં છતાં છેલ્લા બે માસથી કોઇ સુધારો થતો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!