
આના માટે કેસ ન કરી શકાય; વ્યક્તિ પર નોંધાયેલી FIR २६.

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે જો પતિ ઘરના પૈસાના નિર્ણયો પોતે લે છે અથવા પત્ની પાસેથી ખર્ચનો હિસાબ પૂછે છે, તો તેને ક્રૂરતા કહી શકાય નહીં. ખાસ કરીને જ્યાં સુધી તેનાથી પત્નીને કોઈ ગંભીર માનસિક કે શારીરિક નુકસાન સાબિત ન થાય.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ગુરુવારે દહેજ ઉત્પીડન અને ક્રૂરતાના એક કેસને રદ કરતા આ ટિપ્પણી કરી. આ કેસમાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે તે ઘરના ખર્ચાઓનો એક-એક પૈસાનો હિસાબ એક્સેલ શીટમાં રાખવા મજબૂર કરતો હતો.
બેન્ચે કહ્યું કે આ સ્થિતિ ભારતીય સમાજની એક વાસ્તવિકતા દર્શાવે છે, જ્યાં ઘણા ઘરોમાં પુરુષો આર્થિક જવાબદારી પોતાના હાથમાં રાખે છે, પરંતુ તેને અપરાધની શ્રેણીમાં રાખી શકાય નહીં.
- આખો મામલો સમજો
મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને અમેરિકામાં સોફ્ટવેર કન્સલ્ટન્ટની નોકરી છોડીને ઘરે રહેવા મજબૂર કરવામાં આવી અને બાળકના જન્મ પછી વજનને લઈને તેને મેણાં મારવામાં આવ્યા.
આના પર જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે જો પતિએ ગર્ભાવસ્થા કે બાળકના જન્મ પછી પત્નીની યોગ્ય રીતે સંભાળ ન લીધી કે તેના વજનને લઈને મેણાં માર્યા તો આ તેનું ખોટું અને અસંવેદનશીલ વર્તન હોઈ શકે છે.
આવી વાતો પતિના સ્વભાવ અને વિચારસરણી પર સવાલ ઉભા કરે છે, પરંતુ માત્ર આ જ કારણોસર તેને IPCની કલમ 498 A કે ફોજદારી ક્રૂરતાનો દોષી ઠેરવી શકાય નહીં. ફોજદારી કાયદાનો ઉપયોગ અંગત દુશ્મની કાઢવા કે પરસ્પર હિસાબ ચૂકવવા માટે થવો જોઈએ નહીં.
IPCની કલમ 498A હવે BNSની કલમ 85
IPCની કલમ 498Aનો હેતુ પરિણીત મહિલાઓને પતિ અથવા સાસરિયા પક્ષની ક્રૂરતાથી બચાવવાનો હતો. આ કલમ હેઠળ, જો પતિ અથવા તેના સંબંધીઓ મહિલાને શારીરિક કે માનસિક રીતે ત્રાસ આપે, દહેજની માંગણી કરે અથવા તેના જીવ-માલને જોખમમાં મૂકે, તો તેને ગુનો ગણવામાં આવે છે.
પરંતુ સમય જતાં, અદાલતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે દરેક ઘરેલું ઝઘડો કે પૈસાને લઈને વિવાદ પોતે ક્રૂરતા નથી હોતો. હવે નવી ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 85માં પણ આ જ પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે, જેમાં મહિલા સાથે ગંભીર માનસિક કે શારીરિક ઉત્પીડનને જ ગુનો ગણવામાં આવ્યો છે.
એમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્યએમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય પારિવારિક તણાવ, રોજિંદા ઝઘડા કે કોઈ નક્કર પુરાવા વગર લગાવવામાં આવેલા આરોપો પર ગુનાહિત કાર્યવાહી ન થવી જોઈએ, જેથી કાયદાનો દુરુપયોગ અટકાવી શકાય.




