Uncategorized
પાણીના જગ વેચનારાઓએ પાણી ક્લોરિનથી શુદ્ધ કરીને જ વેચવું પડશે, AMC વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પણ ચેક કરીને સપ્લાય કરાશે.

અમદાવાદ શહેરમાં પાણીનાં જગના સપ્લાયરોએ હવે તેઓએ પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઇ પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા તે માટેની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોમાં તેમનાં એકમોને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.



