સોનું- ચાંદી ફરી ક્રેશ: ચાંદી ત્રણ દિવસમાં ₹1.60 લાખ ઘટી, સોનું ગબડીને ₹1.40 લાખ પર આવ્યું; રોકાણ કરતાં પહેલાં આટલું વાંચો
સોનું- ચાંદી ફરી ક્રેશ:

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ વાયદાબજારમાં ચાંદી લગભગ 23 હજાર રૂપિયા (9%) ઘટી ગઈ.1 કિલો ચાંદીનો ભાવ 2.41 લાખ રૂપિયા પર આવી ગયો. સોનામાં પણ લગભગ 7 હજાર રૂપિયા (6%)નો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું 1.40 લાખ રૂપિયા પર આવી ગયું છે.
30 જાન્યુઆરીએ ચાંદી 40 હજાર ઘટી
આ પહેલાં 30 જાન્યુઆરીએ ઝવેરીબજારમાં ચાંદી 40,638 રૂપિયા અને સોનું 9,545 રૂપિયા સસ્તું થયું હતું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 3,39,350 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,795 રૂપિયા પર આવી ગયો હતો.
ત્રણ દિવસમાં સોનું 30 હજાર અને ચાંદી ₹1.60 લાખ સસ્તી
વાયદાબજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં બે દિવસમાં 30 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
29 જાન્યુઆરીના રોજ એ 1.69 લાખ રૂપિયા પર પહોંચી ગયું હતું, જે આજે 1.40 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીની કિંમતમાં 1.60 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. 29 જાન્યુઆરીના રોજ એ 4.01 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી, જે આજે 2.40 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
સોના-ચાંદીમાં ઘટાડાનાં 2 કારણો
પ્રોફિટ બુકિંગ: સોના-ચાંદીની કિંમત તાજેતરના દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, જેના પછી રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુક કર્યો.
ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો: ઓલટાઈમ હાઈ પછી ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક ઉપયોગને લઈને ચિંતાઓ પણ વધી.
સોના-ચાંદીમાં રોકાણ કરતાં પહેલાં આટલું વાંચો
1. રોકાણનો હેતુ નક્કી કરો
જો તમારો હેતુ માત્ર નફો કમાવવાનો હોય તો દાગીના ખરીદવાનું ટાળો. દાગીનામાં 10થી 20 મેકિંગ ચાર્જ લાગે છે, જે વેચતી વખતે પાછું મળતું નથી. રોકાણ માટે સોનાના સિક્કા, વેઢ અથવા ડિજિટલ ગોલ્ડ શ્રેષ્ઠ છે.
2. કિંમતમાં ઘટાડાની રાહ જુઓસોના-ચાંદીના ભાવ અત્યારે ઓલટાઈમ હાઈની નજીક હોય ત્યારે એકસાથે મોટી રકમ ન રોકવી.
બજારમાં જ્યારે પણ 2-3 ઘટાડો આવે ત્યારે ટુકડે-ટુકડે રોકાણ કરવાની વ્યૂહરચના (SIP મોડલ) અપનાવો.
3. શુદ્ધતાની ગેરંટી
હંમેશાં HUID હોલમાર્કવાળું જ સોનું ખરીદવું.
સોનાની શુદ્ધતા કેરેટમાં મપાય છે
24K: સૌથી શુદ્ધ (રોકાણ માટે શ્રેષ્ઠ)
22K: ઘરેણાં માટે વપરાય છે
4. વિકલ્પોની પસંદગી
Sovereign Gold Bond (SGB): તમારે સોનું સાચવવાની માથાકૂટ ન જોઈતી હોય તો સરકારી ગોલ્ડ બોન્ડ શ્રેષ્ઠ છે. એમાં ભાવવધારાની સાથે 2.5 વાર્ષિક વ્યાજ પણ મળે છે.
Silver ETF: ચાંદીને ફિઝિકલ સાચવવાને બદલે સ્ટોક માર્કેટ દ્વારા સિલ્વર ETFમાં રોકાણ કરવું વધુ સુરક્ષિત અને લિક્વિડ (ગમે ત્યારે વેચી શકાય એવું) છે.
5. વૈશ્વિક પરિબળો પર નજર
સોનાના ભાવનો સીધો સંબંધ અમેરિકી ડોલર અને વ્યાજદર સાથે છે. જો અમેરિકામાં વ્યાજદર ઘટે તો સોનાના ભાવ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ભૌગોલિક તણાવ (યુદ્ધ જેવી સ્થિતિ)માં સોનું હંમેશાં વધે છે.
માર્જિન વધવાથી સોના-ચાંદીની કિંમતો પર દબાણ
સેબી રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)એ કોપર પછી હવે સોના અને ચાંદી પર પણ માર્જિન મની વધારી દીધીછે.
સોના પર માર્જિન 6%થી વધારીને 8% કરી દીધું છે, જ્યારે ચાંદી પર એને 11%થી વધારીને 15% કરી દેવામાં આવ્યું છે. માર્જિન વધવાથી કિંમતો પર દબાણ યથાવત્ રહેવાની અપેક્ષા છે.
કોમોડિટી માર્કેટમાં જ્યારે કોઈ મોટો સોદો કરે છે ત્યારે એને પૂરા પૈસા તરત આપવાના હોતા નથી. તેને કુલ કિંમતનો એક નાનો હિસ્સો સિક્યોરિટી તરીકે જમા કરાવવો પડે છે, જેને ‘માર્જિન’ કહે છે. માર્જિન વધવાનો અર્થ એ છે કે હવે ટ્રેડર્સને વધુ પૈસા લગાવવા પડશે.
ઘણા વેપારીઓ એવા હોય છે, જેમણે પહેલાંથી જ ખરીદી કરી હોય છે. માર્જિન વધતાં જ એક્સચેન્જ તેમની પાસેથી વધારાના પૈસા માગે છે. જો તેમની પાસે તરત પૈસા ન હોય તો તેમને પોતાનું સોનું કે ચાંદી વેચવું પડે છે. જ્યારે ઘણા લોકો એકસાથે વેચે છે ત્યારે ભાવ ઘટવા લાગે છે.
વાયદાબજારમાં સોના-ચાંદીના ભાવ
જ્વેલર્સવાળા પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.
અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
મેગ્નેટ ટેસ્ટ: અસલી સિલ્વર (ચાંદી) ચુંબક સાથે ચોંટતી નથી જો તે ચોંટી જાય તો તે નકલી છે.
આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફનો ટુકડો રાખો. અસલી ચાંદી પર બરફ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગશે.
સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાં કોપર (તાંબા) જેવી ગંધ આવી શકે છે.
ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જોક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કપડા પર કાળો ડાઘ પડે તો તે અસલી છે.





