Uncategorized

‘પાયજામાનું નાડું ખેચવું, બ્રેસ્ટ પકડવા રેપ નથી…’નિર્ણય રદ:સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટના ‘શરમજનક’ તર્કને લપડાક, કહ્યું- મહિલાની આબરૂ સાથેની રમતને ‘માત્ર છેડછાડ’ ગણાવી શકાય નહીં

 

‘પાયજામાનું નાડું ખેંચવું અને સ્તન પકડવા એ બળાત્કારના પ્રયાસના આરોપ માટે પૂરતું નથી.’ અલાહાબાદ હાઈકોર્ટના આ નિર્ણય પર પહેલા ખૂબ હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર નારાજગી વ્યક્ત કરતાં કડક ટિપ્પણી કરી. હવે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને રદ કરી દીધો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું- એક મહિલા સાથે છેડછાડ કરવી અને તેના પાયજામાનું નાડું ખોલવું એ “બળાત્કારના પ્રયાસ”ની શ્રેણીમાં જ આવશે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને ખોટો ઠરાવ્યો.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની એ દલીલને રદ કરી દીધી છે, જેના હેઠળ તેને ફક્ત મહિલાની લજ્જા ભંગ કરવાની શ્રેણીમાં રાખવામાં આવ્યું હતું અને તેને બળાત્કાર જ માન્યો છે.

હાઈકોર્ટના 17 માર્ચ 2025ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ‘પાયજામાનું નાડું ખેંચવું અને સ્તન પકડવા એ બળાત્કારના પ્રયાસના આરોપ માટે પૂરતું નથી. આ પછી સુપ્રીમ કોર્ટે આ અંગે સખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘અમે હાઈકોર્ટના આદેશને રદ કરીશું અને ટ્રાયલ ચાલુ રાખીશું.’ હાઈકોર્ટે આરોપીઓ પર લાગેલા ‘બળાત્કારના પ્રયાસ’ના આરોપને હટાવવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર નારાજગી વ્યક્ત કરતાં સખત ટિપ્પણી કરી.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર નારાજગી વ્યક્ત કરતાં સખત ટિપ્પણી કરી.

ત્યારે CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે અમે તમામ હાઈકોર્ટ માટે વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરી શકીએ છીએ. આવી ટિપ્પણીઓ પીડિત પર ચિલિંગ ઇફેક્ટ એટલે કે ભયાવહ અસર કરે છે. ઘણીવાર ફરિયાદ પાછી ખેંચવા જેવું દબાણ પણ ઊભું કરે છે.

CJIના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું, “અમને આશા છે કે આ દિશાનિર્દેશો વિદેશી ભાષાઓ અને વિદેશી ન્યાયક્ષેત્રોમાંથી લેવાયેલી ભારે અને જટિલ શબ્દાવલીથી દબાયેલા નહીં હોય.” નોંધનીય છે કે આ જ બેન્ચે તત્કાલીન CJI ડી.વાય. ચંદ્રચૂડની ‘હેન્ડબુક ઓન કોમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ’ને પણ “હાર્વર્ડ-લક્ષી” ગણાવી હતી.

જાણો, નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના એ વિવાદાસ્પદ નિર્ણય પર સખત ટિપ્પણી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘પાયજામાનું નાડું ખેંચવું અને સ્તન પકડવા એ બળાત્કારના પ્રયાસના આરોપ માટે પૂરતું નથી.’ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું- ‘અમે હાઈકોર્ટના આદેશને રદ કરીશું અને ટ્રાયલ ચાલુ રહેવા દઈશું.’ હાઈકોર્ટે આરોપીઓ પર લાગેલા ‘બળાત્કારના પ્રયાસ’ના આરોપને હટાવવાનું કહ્યું હતું.

CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સાથે જ કહ્યું- અમે તમામ હાઈકોર્ટ માટે વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરી શકીએ છીએ. આવી ટિપ્પણીઓ પીડિત પર ચિલિંગ ઇફેક્ટ એટલે કે ભયાવહ અસર કરે છે. ઘણીવાર ફરિયાદ પાછી ખેંચવા જેવું દબાણ પણ ઊભું કરે છે.

CJIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું-

QuoteImage

અદાલતોએ, ખાસ કરીને હાઈકોર્ટે ચુકાદા લખતી વખતે અને સુનાવણી દરમિયાન આવી દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓથી કોઈપણ ભોગે બચવું જોઈએ.

QuoteImage

પ્રતીકાત્મક તસવીર (AI દ્વારા જનરેટ કરેલી)
પ્રતીકાત્મક તસવીર (AI દ્વારા જનરેટ કરેલી)

સિનિયર એડવોકેટે યાદ અપાવ્યો અલાહાબાદ હાઈકોર્ટનો એક અન્ય કેસ

સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ શોભા ગુપ્તાએ અલાહાબાદ હાઈકોર્ટના એક બીજા રેપ કેસની પણ જાણકારી આપી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘મહિલાએ પોતે જ મુસીબતને આમંત્રણ આપ્યું હતું, તેની સાથે જે કંઈ થયું છે એ માટે તે પોતે જ જવાબદાર છે, કારણ કે રાત હતી, તેમ છતાં તે તેની સાથે રૂમમાં ગઈ.

એડવોકેટે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટ અને રાજસ્થાન હાઈકોર્ટે પણ આવી ટિપ્પણીઓ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ‘આજે સેશન કોર્ટની કાર્યવાહીમાં પણ એક છોકરીને ‘ઇન કેમેરા’ (બંધ રૂમની) કાર્યવાહી દરમિયાન પણ પરેશાન કરવામાં આવી.

આના પર CJIએ કહ્યું- ‘જો તમે આ બધાં ઉદાહરણો ટાંકી શકો તો અમે દિશા-નિર્દેશો જાહેર કરી શકીએ છીએ.

શું હતો આખો કેસ અને હાઈકોર્ટનો નિર્ણય, જાણો…

અલાહાબાદ હાઈકોર્ટે 19 માર્ચે શું કહ્યું હતું?

QuoteImage

‘કોઈ છોકરીના ખાનગી અંગ પકડી લેવા, તેના પાયજામાનું નાડું તોડી નાખવું અને બળજબરીથી તેને પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કરવાથી રેપ કે ‘અટેમ્પ્ટ ટુ રેપ’નો મામલો બનતો નથી.’

QuoteImage

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ નિર્ણય સંભળાવતા 2 આરોપી પર લાગેલી કલમો બદલી નાખી. જ્યારે 3 આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન સ્વીકારી લીધી હતી.

હાઈકોર્ટે આરોપી આકાશ અને પવન પર IPCની કલમ 376 (બળાત્કાર) અને POCSO અધિનિયમની કલમ 18 હેઠળ લાગેલા આરોપો ઘટાડી દીધા અને તેમના પર કલમ 354 (b) (કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને POCSO અધિનિયમની કલમ 9/10 (ગંભીર જાતીય હુમલો) હેઠળ કેસ ચાલશે, સાથે જ નીચલી અદાલતને નવા સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી હાઈકોર્ટના નિર્ણય પર કાયદાકીય નિષ્ણાતો, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આ નિર્ણયની સ્વયં નોંધ લીધી હતી. પછી 25 માર્ચે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી.

તત્કાલીન CJI બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ કેસની સુનવણી કરી હતી. બેન્ચે કહ્યું, “હાઈકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય દૃષ્ટિકોણ દર્શાવે છે.” સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો.

જાન્યુઆરી 2022નો મામલો, માતાની ફરિયાદ પર કોર્ટે કાર્યવાહી કરી યુપીના કાસગંજની એક મહિલાએ 12 જાન્યુઆરી, 2022ના રોજ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે 10 નવેમ્બર, 2021ના રોજ તે તેની 14 વર્ષની દીકરી સાથે કાસગંજના પટિયાલીમાં દેરાણીના ઘરે ગઈ હતી. એ જ દિવસે સાંજે તે પોતાના ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં ગામના રહેવાસી પવન, આકાશ અને અશોક મળી ગયા.

પવને દીકરીને પોતાની બાઇક પર બેસાડીને ઘરે છોડવાની વાત કરી. માતાએ તેના પર ભરોસો કરીને બાઇક પર બેસાડી દીધી, પરંતુ રસ્તામાં પવન અને આકાશે છોકરીના પ્રાઇવેટ પાર્ટને પકડી લીધા. આકાશે તેને પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કરતાં તેના પાયજામાનું નાડું તોડી નાખ્યું.

છોકરીની ચીસો સાંભળીને ટ્રેક્ટર પરથી પસાર થઈ રહેલા સતીશ અને ભૂરે ઘટનાસ્થળે પહોંચ્યા. આના પર આરોપીઓએ દેશી તમંચો બતાવીને બંનેને ધમકાવ્યા અને ફરાર થઈ ગયા.

પીડિતાની માતાની ફરિયાદ પર આરોપી પવન અને આકાશ વિરુદ્ધ IPCની કલમ 376, 354, 354B અને POCSO એક્ટની કલમ 18 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. જ્યારે આરોપી અશોક પર IPCની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

આરોપીઓએ સમન આદેશનો ઇનકાર કરતાં હાઈકોર્ટ સમક્ષ રિવ્યૂ પિટિશન દાખલ કરી. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે ક્રિમિનલ રિવિઝન પિટિશન સ્વીકારી લીધી હતી.

હાઇકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ પર ‘બળાત્કારનો પ્રયાસ’નો આરોપ હટાવવામાં આવે. તેમના પર જાતીય સતામણીની અન્ય કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. (સ્કેચ- સંદીપ પાલ)
હાઇકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ પર ‘બળાત્કારનો પ્રયાસ’નો આરોપ હટાવવામાં આવે. તેમના પર જાતીય સતામણીની અન્ય કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. (સ્કેચ- સંદીપ પાલ)

હાઈકોર્ટે આ મામલે ત્રણ સવાલ ઉઠાવ્યા હતા

  • શું છોકરીનાં સ્તનો પકડવા, પાયજામાનું નાડું ખેંચવું અને એને ખેંચવાનો પ્રયાસ કરવો બળાત્કારના પ્રયાસની શ્રેણીમાં આવે છે?
  • શું વિશેષ ન્યાયાધીશે સમન જારી કરતી વખતે યોગ્ય ન્યાયિક વિવેકનો ઉપયોગ કર્યો હતો?
  • આરોપી પક્ષે દલીલ કરી હતી કે આ કેસ અદાવતનો હતો, કારણ કે આ પહેલાં આકાશની માતાએ 17 ઓક્ટોબર, 2021ના રોજ ફરિયાદીના સંબંધીઓ વિરુદ્ધ છેડતીની FIR નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!