Uncategorized

5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા યથાવત:સગીર હોવાનો દાવો કરવા આરોપીએ ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું; હાઈકોર્ટે અપીલ ફગાવી

ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અન્સારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે હાઇકોર્ટે આ અપીલ ફગાવી દઈને ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્યો છે.

મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતો આરોપી સામે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરૂચની કોર્ટે 15 સાહેદ અને 30 પુરાવા તપાસીને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપી ફરિયાદીના ઘરે કન્સ્ટ્રક્શનના કામે ગયો હતો. જ્યાં સામે જ ફરિયાદીના સસરાનું ઘર આવેલું હતું. આરોપી બાળકીને મોબાઇલમાં ગેમ બતાવવાની લાલચ આપીને ઘરના ધાબે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આરોપીએ શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું આરોપી તરફે પોતે સગીર હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વળી તે સંદર્ભે શાળા છોડ્યાનો ખોટું પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્ટે તેની અસલ ઉમર જાણવા ઓસિફિકેશન ટેસ્ટ કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ આરોપીની ઉંમર 18 વર્ષથી વધુ, તેમજ 21 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે બાળકીની મૌલિક તપાસ કરી હતી જેમાં તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો.

હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી ભરૂચ કોર્ટે કરેલી સજા યથાવત રાખી આરોપી પાસે બાળકી હોવાનું જાણતા બાળકીની દાદીએ આરોપીને બૂમ પાડી હતી, પરંતુ તેને બાળકીને છોડી નહોતી. બાદમાં બાળકીના દાદાએ આવીને હોકારો કરતા તેણે બાળકીને છોડી હતી. આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રોસિફિકેશન શંકા રહિત કેસ સાબિત કરવામાં નિષ્ફળ્યું ગયું છે. જો કે હાઇકોર્ટે આરોપીની દલીલ નકારી નાખતા ભરૂચની કોર્ટ દ્વારા કરાયેલ સજા યથાવત રાખી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!