Uncategorized
Trending

અફવાની અસર:ચરોતરમાં 6 કલાકમાં 8.20 લાખ લિટર પેટ્રોલ વેચાયું, બીજા દિવસે લાઈનો ગાયબ

આણંદ

સોમવાર સાંજના ચાર વાગ્યા આણંદ ખેડા જિલ્લાના ગામોમાં અફવાએ જોર પકડતાં સૌ કોઇ તમામ કામો પડતાં મુકીને વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરવા માટે ઉમટી પડતાં પંપો લાંબી લાંબી કતારો લાગી હતી. કેટલાંક પંપ પર અરાજકતા ફેલાઇ જતાં પોલીસ તંત્રને દોડવું પડયું હતુ. સોમવારે અફવા પહેલા શહેરોમાં આવેલા 10 કલાકમાં એક પેટ્રોલ પર સરેરાશ 3000 હજાર લીટર પેટ્રોલ ડીઝલનું વેચાણ થતું હતું. પરંતુ અફવા બાદ 6 કલાકમાં શહેરમાં એક પેટ્રોલ પંપ સરેરાશ શહેરમાં 5 હજાર લીટર પેટ્રોલ ડીઝલ વેચાણ થયું છે.

5 દિવસનો સ્ટોક એક દિવસમાં ઉપડ્યો, તમામ ડિલરોને પુરતો જથ્થો રાખવાની સૂચના અપાઈ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ રિ- સ્ટોક થઇ ગયા છે. 5 દિવસનો સ્ટોક એક દિવસમાં ઉપડ્યો હોવાથી પેટ્રોલ ઓછું થયું ત્યાં સવારે જ રિ-સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અમે તમામ ડિલરોને વધારે વપરાશ હોય ત્યાં વધારાનો જથ્થો આપવાની સૂચના આપી છે અને ક્યાંક અછત ન સર્જાય તે જોવા પણ તાકિદ કરી છે. પૈસા ન ભરી શક્યા હોય તેવા કોઇ પેટ્રોલ પંપ બંધ છે, એવી માહિતી છે પણ આવા 3- 4 પેટ્રોલ પંપ જ છે, એનાથી વધુ નથી. સ્ટોકને લઇને કોઇ ઇશ્યુ હાલમાં આપણાં જિલ્લામાં નથી. > અક્ષય પારગી, પુરવઠા અધિકારી, ખેડા જિલ્લા

પંપ સંચાલકો માટે મોટી સમસ્યા | અગાઉ ક્રેડિટ પર અપાતી પેટ્રોલની ગાડી હવે કેશ ઉપર જ અપાય છે અગાઉ પેટ્રોલ પંપ સંચાલકોને ક્રેડિટ ઉપર પેટ્રોલની ગાડી આપવામાં આવતી હતી. જોકે, હવે પરિસ્થિતીને ધ્યાનમાં લઇને માત્ર ને માત્ર કેશ ઉપર જ ગાડી આપવામાં આવી રહી છે. જેને કારણે જે પેટ્રોલ પંપ માલિકો પાસે રોકડની વ્યવસ્થા ન હોય તે પેટ્રોલ પંપ પર જથ્થો ન હોવાથી બંધ કરવાનો વખત આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપને સૌથી વધુ અસર પેટ્રોલની અછતને લઇને અફવા ઉડ્યા બાદ જિલ્લાભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પેટ્રોલ ભરાવવા માટે રીતસર તૂટી પડ્યા હતા. જોકે, મંગળવારે શહેરમાં સ્થિતી સામાન્ય હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપ બંધ રહેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જેમાં આણંદ ખેડા જિલ્લામાં આશરે 80 જેટલાં પેટ્રોલ પંપ બંધ હોવાથી વાહનચાલકોએ પેટ્રોલ માટે શહેર સુધી લાંબા થવાનો વારો આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!