Uncategorized

GSTના નવા દર મુજબ‎ તમાકુની ખરીદી કરાશે:ચરોતરના તમાકુના વેપારી દ્વારા ખેડૂતોના હિતમાં તમાકુની ખરીદી શરૂ કરાઈ

આણંદ

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ચરોતર તમાકુ વેપારી એસોશિએસન દ્વારા છેલ્લા એક માસથી જીએસટી સહિત દરોના વિરોધમાં આંદોલન છેડીને તમાકુની ખરીદી બંધ કરી હતી. ત્યારે ચરોતરના 30 હજારથી વધુ ખેડૂતોને હાલાકી ભોગવીના પડે તે હેતુથી તમાકુ વેપારી એસો. દ્વારા 1લી માર્ચથી નવા જીએસટી દર મુજબ તમાકુ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

ચરોતર તમાકુ વેપારી એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે,તમાકુને સીન ગુડસ શ્રેણીમાંથી બાકાત રાખવી. પ્રાથમિક કારખાનેદારોને વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવી, તમાકુના પાનને લઘુત્તમ જીએસટી શ્રેણીમાં સામેલ કરવું, નાના ઉત્પાદકો અને વેપારીઓને કરબોજમાંથી રાહત આપવી, સહિતના મુદાઓને લઇને કેન્દ્રીય નાણાંમંત્રી અને રાજયના મુખ્યમંત્રી સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે.જે બાબતે વેપારીઓ પોતાની લડત ચાલુ રાખશે.

પણ હાલમાં તમાકુના પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે નાના ખેડૂતો તમાકુ વેચાણના થાય તો હાલાકી વેઠવાનો વખત આવે તેમ છે. તેને ધ્યાને લઇને તમાકુ વેપારી એસોશિએસન દ્વારા 1લી માર્ચ થી તમાકુની ખરીદી નવા જીએસટી દર મુજબ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!