Uncategorized
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ગુજરાતના પ્રવાસે, AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં આપશે હાજરી
ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે, રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે યોજાનારા AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે.

ગાંધીનગર: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી તા. 13 એપ્રિલથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં મુખ્યત્વે શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાયેલા પ્રસંગોનો સમાવેશ થાય છે. તેમના આ પ્રવાસને રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રવાસના પ્રથમ દિવસે, રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે યોજાનારા AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે. આ પ્રસંગે તેઓ પાસઆઉટ થનારા વિદ્યાર્થીઓને સંબોધશે અને આરોગ્ય સેવાઓમાં તેમની ભૂમિકા વિશે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ રાજકોટ તેમજ સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાશે.
તા. 14 એપ્રિલે, બી. આર. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુખ્ય ઉપસ્થિતિ રહેશે અને સમાજમાં સમાનતા, ન્યાય અને એકતાના સંદેશને મજબૂત બનાવશે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીયતા રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં હાજરી આપશે. અહીં તેઓ વિદ્યાર્થીઓને સંબોધતા રાષ્ટ્રીય સુરક્ષા અને દેશપ્રેમ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કરશે. વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ પ્રેરણાસ્રોત બની રહેશે.



