Uncategorized

કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુના પગે પડી:કહ્યું-‘ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણાએ કરી પણ મેળ ન આવ્યો’, જૂનાગઢમાં સાધુ-સંતો સાથેના વિવાદનું

જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા.

ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, “ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો.” તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે.

કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો આ સમાધાનથી તમામ વાદ-વિવાદનો અંત આવ્યો છે. આ ઘટના બાદ ભક્તો અને અનુયાયીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સનાતન ધર્મની એકતા અને સંતોના માન-સન્માનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

સો.મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ લખી હતી મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં હતા. તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાની પાછળના હું બધા રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું.

માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? કીર્તિ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે લખ્યું છે કે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી? મારી સાથે બીજી અનેક યુવતીઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, શું તેઓ બાપુની સગી વહાલી હતી?

‘હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું’ પોતાના બચાવમાં કીર્તિએ વધુમાં જણાવ્યું હતું કે હું હાલમાં વૈરાગી જીવન જીવી રહી છું અને ભવિષ્યમાં સંન્યાસ પણ લઈ શકું છું. તેણે બે વર્ષ જૂના વીડિયો પણ શેર કર્યા છે, જેમાં અન્ય લોકો પણ સ્નાન કરતા દેખાય છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે બીજા લોકો સ્નાન કરે ત્યારે કેમ કોઈ વિવાદ નથી થતો? શું આ બધું માત્ર કીર્તિ પટેલને બદનામ કરવાનું કાવતરું છે?

જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. 23 ફેબ્રુઆરીએ સાંજના કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં કોર્ટે દ્વારા ખંડણી કેસમાં કીર્તિના જામીન મંજૂર કર્યા છે.

કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા હંમેશાં કોઈ ને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે. ડિસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતાં જેલની બહાર આવી ધુરંધર મૂવીના સોંગ પર રીલ બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!