Uncategorized
Trending

ચાર વેધર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જુઓ આજે ક્યાં ક્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. IMD મુજબ અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં તેજ પવન, વીજળી અને વરસાદની ચેતવણી જાહેર.
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તાજી આગાહીમાં જણાવ્યું છે કે, દેશમાં એકસાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વીજળી પડવાની તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તો ગુજરાતમાં આજે અને આગામી દિવસોમાં ક્યાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
 ભારતીય હવામાન વિભાગ અનુસાર, હાલ દેશના વિવિધ ભાગોમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા, ઉત્તર ઓડિશા કિનારા નજીક સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી વિસ્તરેલું ઓફ-શોર ટ્રફ તેમજ પશ્ચિમી વિક્ષોભના સંયુક્ત પ્રભાવને કારણે ચોમાસું વધુ મજબૂત બન્યું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન આ તમામ સિસ્ટમ વધુ સક્રિય બનતાં ઉત્તર અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં અહીં ભારેથી અતિભારે વરસાદ સાથે તેજ પવન અને વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી સક્રિય ઓફ-શોર ટ્રફને કારણે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદની ગતિ તેજ બની શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMDના જણાવ્યા મુજબ ચોમાસાની ઉત્તરીય સીમા હવે દિલ્હી, સમગ્ર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના મોટા ભાગ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના અનેક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર-પશ્ચિમ ભારતના બાકીના વિસ્તારોમાં પણ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે શહેરોમાં પાણી ભરાવા, ટ્રાફિકજામ, નદીઓના જળસ્તરમાં વધારો, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, વૃક્ષો ધરાશાયી થવા તેમજ વીજળી પડવાની ઘટનાઓનું જોખમ વધી શકે છે. ગુજરાતના તાપમાનમાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. IMDએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, ખુલ્લા વિસ્તારોમાં ન રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર તથા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
 હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે ત્રીજી જુલાઈથી આઠમી જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે ત્રીજી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી છે. મેપમાં જુઓ કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, ચોથી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી છે. મેપમાં જુઓ કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 પાંચમી તારીખે વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. પાંચમી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપી છે. મેપમાં જુઓ કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવી છે. મેપમાં જુઓ કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!