Uncategorized

‘ભારત બંધ’નું એલાન: ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો આજે દેશવ્યાપી હડતાળ પર

દેશવ્યાપી હડતાળ

ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા આજે દેશવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. વિવિધ મજૂર સંગઠનો અને સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર દેશભરમાં મોટા પાયે હડતાળ અને વિરોધ પ્રદર્શન યોજાવાના છે.

ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા માગ

માહિતી મુજબ 10થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ બંધમાં જોડાઈ રહી છે. મજૂર સંગઠનોનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા શ્રમ કાયદાઓ કામદારોના હકોને નબળા પાડે છે. તેઓ ચાર નવા લેબર કોડ્સ પાછા ખેંચવા, નોકરીની સુરક્ષા વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા પર નિયંત્રણ લાવવાની માગણી કરી રહ્યા છે.

સરકારની કેટલીક નીતિઓ ખેડૂતો માટે નુકસાનકારક

ખેડૂત સંગઠનો પણ આ બંધને સમર્થન આપીભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર

દેશના અનેક શહેરોમાં રેલી, ધરણાં અને પ્રદર્શન યોજવાના છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર કેટલો પ્રભાવ પડશે તે અંગે નજરો ટકેલી છે.રહ્યા છે. ખેડૂતોની માગમાં ખેતી ઉત્પાદનોને યોગ્ય ભાવ, કૃષિ સંબંધિત નીતિઓમાં સુધારા અને ખેતી ક્ષેત્રે વધતી ખર્ચની સમસ્યાનો ઉકેલ સામેલ છે. સંગઠનોનું કહેવું છે કે સરકારની કેટલીક નીતિઓ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.

શાળા-કોલેજોમાં કામગીરી પ્રભાવિત થવાની શક્યતા

બંધને કારણે બેંકિંગ સેવાઓ, જાહેર પરિવહન, સરકારી કચેરીઓ અને બજારો પર આંશિક અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ શાળા-કોલેજોમાં પણ કામગીરી પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવે છે.

ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર

દેશના અનેક શહેરોમાં રેલી, ધરણાં અને પ્રદર્શન યોજવાના છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે. ભારત બંધના આ આહ્વાનથી સામાન્ય જનજીવન પર કેટલો પ્રભાવ પડશે તે અંગે નજરો ટકેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!