Uncategorized
આવતા અઠવાડિયે 3 દિવસ શેરબજાર બંધ રહેશે! તારીખ જાણીને જ ટ્રેડિંગનો પ્લાન બનાવજો
Stock Market Holiday:
શું તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો? તો તમારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. આવતા અઠવાડિયે શેરબજાર 3 દિવસ બંધ રહેવાનું છે. જી હાં, 14 એપ્રિલ 2026ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કોઈ ટ્રેડિંગ થશે નહીં.

Stock Market Holiday: શું તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો? તો તમારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. આવતા અઠવાડિયે શેરબજાર 3 દિવસ બંધ રહેવાનું છે. જી હાં, 14 એપ્રિલ 2026ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ ડૉ.ભીમરાવ આંબેડર જયંતિના અવસરે શેરબજાર બંધ રહેશે.

આ દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને અન્ય સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે નહીં. આ ઉપરાંત આવતા અઠવાડિયે શેરબજારમાં શનિવાર અને રવિવારે પણ ખરીદી-વેચાણ થશે નહીં. એટલે કે આવતા અઠવાડિયે ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. આપને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે 2 દિવસ શેરબજાર બંધ રહ્યું હતું. મહાવીર જયંતી (31 માર્ચ) અને ગુડ ફ્રાઈડે (3 એપ્રિલ)ના કારણે શેરબજારમાં રજા હતી.

હવે આવતા અઠવાડિયે મંગળવારે (ડૉ.ભીમરાવ આંબેડર જયંતી), શનિવાર અને રવિવારે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. મલ્ટી કોમોડિટી એક્સચેન્જની વાત કરીએ તો 14 એપ્રિલે MCX પર સવારનું સત્ર બંધ રહેશે, પરંતુ સાંજના સત્ર દરમિયાન ટ્રેડિંગ ચાલુ રહેશે. જ્યારે NCDEX (નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ) બંને સત્ર દરમિયાન સંપૂર્ણપણે બંધ રહેશે.

આગામી રજાની યાદીઃ 14 એપ્રિલ (ડૉ. ભીમરાવ આંબેડકર જયંતી) પછી આવનારી શેરબજારની રજાઓ વિશે વાત કરીએ તો 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ, 28 મેના રોજ બકરી ઇદ, 26 જૂને મોહરમ, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતી, 20 ઓક્ટોબરે દશેરાનો અવસર હોવાથી શેરબજારમાં રજા રહેશે.

આ ઉપરાંત 10 નવેમ્બરે દિવાળી (બલિપ્રતિપદા), 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર હોવાથી શેરબજાર બંધ રહેશે. રોકાણકારોએ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેડિંગ રણનીતિ બનાવવી જોઈએ, કારણ કે આ દિવસોમાં NSE અને BSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

