Uncategorized
Trending

નર્સની હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી, ‘ચા’નું બહાનું અને પછી રૂમમાં ‘ખતરનાક ખેલ’; રાતોરાત પૈસાવાળી બની ગઈ નર્સ

રાજસ્થાનના બાડમેરમાં એક હોસ્પિટલના 65 વર્ષીય ડૉક્ટરે પોતાની જ હોસ્પિટલની એક નર્સ પર લગભગ 2 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી નર્સની ધરપકડ કરી લીધી અને તપાસ શરૂ કરી દીધી છે.

Rajasthan Doctor Nurse Case: રાજસ્થાનના બાડમેરમાં એક હોસ્પિટલના 65 વર્ષીય ડૉક્ટરે પોતાની જ હોસ્પિટલની એક નર્સ પર લગભગ 2 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી નર્સની ધરપકડ કરી લીધી અને તપાસ શરૂ કરી દીધી છે. જોકે, નર્સે બધા આરોપોને પાયાવિહાણા ગણાવ્યા છે.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
ડૉક્ટરનો આરોપ છે કે, નાઈટ ડ્યૂટી દરમિયાન નર્સ વારંવાર ‘ચા’ના બહાને તેમના પર્સનલ રૂમ સુધી પહોંચતી હતી. આ દરમિયાન ધીમે-ધીમે એવી કહાની શરૂ થઈ, જેમાં પ્રાઇવેટ ફોટા, ધમકીઓ, ખોટા રેપ કેસનો ડર અને કરોડો રૂપિયા પડાવવાનો સિલસિલો ચાલુ થયો. ડોક્ટરે દાવો કર્યો છે કે, શરૂઆતમાં બધુ સામાન્ય હતું. નર્સ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી કરી રહી હતી અને મોટાભાગે નાઈટ શિફ્ટમાં જ રહેતી હતી. ઘણીવાર તે ચાનું બહાનું બનાવીને હોસ્પિટલના ચોથા માળે આવેલા તેમના રૂમમાં આવતી હતી. ડોક્ટરનો આરોપ છે કે આ નિકટતા બાદમાં તેમની સૌથી મોટી મુશ્કેલી બની ગઈ.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, મહિલા નર્સ ડિસેમ્બર 2016થી હોસ્પિટલમાં કાર્યરત હતી. ડોક્ટરનું કહેવું છે કે તે હંમેશા નાઈટ ડ્યુટી કરતી હતી. આ દરમિયાન તે ઘણીવાર ચા બનાવવાના બહાને અથવા હોસ્પિટલના અન્ય કામે તે તેમના રૂમમાં આવતી-જતી હતી. ડોક્ટરનો આરોપ છે કે, આ મુલાકાત દરમિયાન મહિલાએ તેના કેટલા પ્રાઈવેટ ફોટા પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. આ દરમિયાન તેમને અંદાજો નહોતો કે ભવિષ્યમાં આ ફોટાનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવશે.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
ડોક્ટરનો આરોપ છે કે પ્રાઈવેટ ફોટા લીધા બાદ નર્સનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે કથિત રીતે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો, ખોટા દુષ્કર્મનના કેસમાં ફસાવવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પૈસા માંગવાનું શરૂ કર્યું. ડોક્ટરનું કહેવું છે કે, તેઓ પોતાની આબરું અને હોસ્પિટલની આબરું બચાવવા માટે ચુપ રહ્યા. તેમણે કોઈને આ વિશે કંઈ ન કહ્યું અને પૈસા આપતા રહ્યા.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
ડોક્ટરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષમાં તેઓે આ નર્સને લગભગ 2 કરોડ રૂપિયા આપી ચૂક્યા છે. તેમાં લગભગ 35 લાખ રૂપિયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રકમ અલગ-અલગ સમયે રોકડ અથવા અન્ય માધ્યમથી આપવામાં આવી છે. ડોક્ટરનું કહેવું છે કે, નર્સે તેમની પાસેથી કોરા ચેક અને સ્ટેમ્પમાં પણ સહીઓ કરાવી લીધી હતી.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
1 મોબાઈલ, 1 સિમ અને 24 કલાક દેખરેખ – આ કેસમાં સૌથી ચોંકાવનારો આરોપ ડોક્ટરે પોતાની ફરિયાદમાં લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે મહિલા નર્સે તેમને એક અલગ મોબાઈલ અને સિમ કાર્ડ આપ્યું હતું. આ ફોનને તે સતત ચાલુ રાખવા માટે મજબૂર કરતી હતી. જો ફોન બંધ થઈ જાય અથવા કોલ રિસીવ ન થાય તો તે સતત ફોન કરતી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાના પાસવર્ડ પણ તેની પાસે હતા. કેમેરા અને મોબાઈલની મદદથી તે સતત તેમના પર દેખરેખ રાખતી હતી. ડોક્ટરે પોતાની ફરિયાદમાં આને ડિજિટલ અરેસ્ટ જેવી સ્થિતિ જણાવી છે.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
ડોક્ટરનો દાવો છે કે, એકવાર તેઓ કોઈ કામથી અમદાવાદ ગયા હતા. આ દરમિયાન મહિલા નર્સે તેમને લગભગ 1000 વખત ફોન કર્યા. જ્યારે તેમણે ફોન ન ઉપાડ્યા તો તેણે હોસ્પિટલના કેટલાક કર્મચારીઓને પ્રાઈવેટ ફોટા બતાવી દીધા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ પછી તેમને લાગ્યું કે મામલો હવે કાબૂ બહાર જઈ ચૂક્યો છે. ફરિયાદમાં ડોક્ટરે એવો પણ આરોપ લગાવ્યો છે કે 3-4 એપ્રિલ 2025ની રાતે મહિલા તેમના ઘરે પહોંચી ગઈ અને અંદર આવવાની જિદ કરવા લાગી. ડોક્ટરનું કહેવું છે કે આ સમગ્ર ઘટના તેમના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે. પોલીસ હવે આ CCTV ફૂટેજની પણ તપાસ કરી રહી છે.
doctor nurse night duty love story 2 crore blackmail case rajasthan barmer case
ડોક્ટરનું કહેવું છે કે, હોસ્પિટલમાં નર્સને મહિને 12 હજાર રૂપિયાનો પગાર મળતો હતો. છતાં તે કથિત રીતે દર મહિને લાખો રૂપિયા અલગ-અલગ બહાને માંગતી રહી. ડર અને બદનામીની આશંકાથી તેઓ સતત પૈસા આપતા રહ્યા. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે નર્સની ધરપકડ કરી લીધી છે. જોકે, ધરપકડ બાદ નર્સે બધા આરોપ ખોટા ગણાવ્યા છે. તેનું કહેવું છે કે, ડોક્ટર પોતાને બચાવવા માટે તેના પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!