Uncategorized
Trending

SBIના કર્મચારીઓએ કરી હડતાલની જાહેરાત, કેટલા દિવસ બંધ રહેશે બેંક?

આ હડતાલ ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી કરવામાં આવી રહી છે. યૂનિયનનું કહેવું છે કે, ગત 2 વર્ષથી કર્મચારીઓની ઘણી સમસ્યાઓને લઈને બેંક સંચાલન પાસે સતત વાતચીત કરવામાં આવી રહી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ સમાધાન નથી નીકળ્યું.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં આ મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓના યૂનિયને 25 અને 26 મે 2026ના રોજ દેશવ્યાપી હડતાલ કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, 24મેના રોજ રવિવાર અને 23મેના રોજ ચોથો શનિવાર હોવાના કારણે સતત 4 દિવસ સુધી ઘણી શાખાઓમાં કામકાજ ઠપ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એવામાં ગ્રાહકોને બેંક સંબંધિત કામ વહેલી તકે પતાવવાની સલાહ આપવામાં આવી રહી છે.
SBI strike news
કેમ થઈ રહી છે હડતાલ?- આ હડતાલ ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી કરવામાં આવી રહી છે. યૂનિયનનું કહેવું છે કે, ગત 2 વર્ષથી કર્મચારીઓની ઘણી સમસ્યાઓને લઈને બેંક સંચાલન પાસે સતત વાતચીત કરવામાં આવી રહી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ સમાધાન નથી નીકળ્યું. આ કારણે કર્મચારીઓએ આંદોલનનો રસ્તો પસંદ કર્યો છે.
SBI strike news
શું છે માંગ?- યૂનિયને કૂલ 16 માંગ કરી છે. આમાં સૌથી મોટી સમસ્યા સ્ટાફની અછતને લઈને જણાવવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે, બેંક શાખાઓમાં કામનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ ભરતી ઓછી થતી જઈ રહી છે. યૂનિયને આરોપ લગાવ્યો કે, ગત લગભગ 29 વર્ષથી મેસેન્જર પદો પર નવી ભરતી નથી થઈ. જ્યારે ક્લાર્ક અને અન્ય કર્મચારીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે.
SBI strike news
આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચિંતા દર્શાવવામાં આવી છે. યૂનિયનનું કહેવું છે કે, ઘણી જગ્યાઓ પર આર્મ્ડ ગાર્ડની અછત થઈ ગઈ છે, કારણ કે રિટાયરમેન્ટ અને પ્રમોશન બાદ નવી નિમણૂક નથી કરવામાં આવી રહી. તેનાથી બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બંનેની સુરક્ષા પર અસર પડી શકે છે.
હડતાલનો એક મોટો મુદ્દો આઉટસોર્સિંગ પણ છે. યૂનિયનનો આરોપ છે કે, બેંક સ્થાયી કામો માટે ઠેકા કર્મચારીઓનો ઉપયોગ કરી રહી છે, જ્યારે તે જૂના કરારની વિરુદ્ધ છે. સાથે જ આવા કર્મચારીઓને ઓછો પગાર આપવાની પણ ફરિયાદ છે.
SBI strike news
કર્મચારીઓ પગાર અને પેન્શનથી પણ નાખુશ છે. યુનિયનનું કહેવું છે કે, અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓના પગાર વધારામાં મોટુ અંતર છે. કર્મચારીઓનો આરોપ છે કે, અધિકારીઓને વધુ લાભો મળ્યા છે જ્યારે અન્ય કર્મચારીઓને ઓછા મળ્યા છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) સંબંધિત અનેક મુદ્દાઓ અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
SBI strike news
હડતાલ પહેલા યૂનિયન પૂરા મે મહિનામાં ઘણા પ્રદર્શન અને અભિયાન ચલાવશે. આમાં સોશિયલ મીડિયા કેમ્પેઈન, ધરણાં, કેન્ડલ માર્ચ અને આમાં નાણામંત્રી તેમજ પ્રધાનમંત્રીને મેમોરેન્ડમ સુપરત કરવાનો સમાવેશ થાય છે.
SBI strike news
સેવાઓ કેટલી પ્રભાવિત થશે?- જો હડતાલ થાય છે, તો બેંક શાખાઓમાં જમા ઉપાડ, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવા કામ પ્રભાવિત થઈ શકે છે. જો કે, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રૂપથી ચાલતી રહેશે, પરંતુ શાખાઓમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!