Uncategorized
Trending

અમદાવાદમાં ‘ઢોર પકડવા’ ગયેલી ટીમ પર હુમલો; નવા વાડજમાં ગાય છોડાવવા બે શખ્સોએ PSI પર લાકડીઓ ઉગામી ગાળો ભાંડી!

અમદાવાદના નવા વાડજમાં ઢોર પકડવા ગયેલી AMC CNCD અને પોલીસની ટીમ પર બે શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. PSI અને સ્ટાફ પર હુમલાના મામલે બે લોકો સામે ગુનો નોંધાયો.

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોર મુક્ત કરાવવાની ઝુંબેશ દરમિયાન નવા વાડજ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. મોડી રાત્રે આકાશદીપ એપાર્ટમેન્ટ પાસે ઢોર પકડવા ગયેલી AMCની CNCD ટીમ અને પોલીસ કાફલા પર સ્થાનિક બે શખ્સોએ હુમલો કરી ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયને પકડી ટ્રેક્ટરમાં ચડાવતા સમયે મામલો બિચક્યો

અમદાવાદ મહાનગરપાલિકાની CNCD અને પોલીસની સંયુક્ત ટીમ મોડી રાત્રે નવા વાડજ વિસ્તારમાં રસ્તા પર રખડતી ગાયોને પકડવાની કામગીરી કરી રહી હતી. ટીમ દ્વારા આકાશદીપ એપાર્ટમેન્ટ નજીકથી રસ્તા પર રહેલી ગાયને પકડીને ટ્રેક્ટરમાં ચડાવવામાં આવી રહી હતી, તે દરમિયાન મામલો બિચક્યો હતો.

પોલીસ અને AMC સ્ટાફ સાથે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી

ગાયને ટ્રેક્ટરમાં ચડાવતી વખતે પારસ ભરવાડ અને પિન્ટુ ભરવાડ નામના બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કામગીરીનો વિરોધ કરીને પોલીસ અને AMC સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મામલો વધુ ઉગ્ર બનતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને સ્થળ પર હાજર PSI અધિકારી અને સ્ટાફ પર લાકડી વડે હુમલો કરી દીધો હતો.

પોલીસે બે આરોપીઓ સામે ફરજ રુકાવટનો ગુનો નોંધ્યો

જાહેર માર્ગ પર ફરજ પરના પોલીસ અધિકારી અને સરકારી કર્મચારીઓ પર લાકડી વડે હુમલો થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ પોલીસે સરકારી ફરજમાં રુકાવટ કરવા તથા પોલીસ પર હુમલો કરવા બદલ પારસ ભરવાડ અને પિન્ટુ ભરવાડ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!