MP-રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ:હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં આજથી હિમવર્ષા; ઘણા રાજ્યોમાં દિવસનું તાપમાન 30°ને પાર
તાપમાન


મધ્યપ્રદેશમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં ફેરફાર આવ્યો છે. આ કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યના 22 જિલ્લામાં વાવાઝોડા-વરસાદની ચેતવણી છે.
ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના 5 જિલ્લામાં પણ મંગળવારે વરસાદ થયો હતો. આજે સવારથી જયપુરમાં વરસાદ-કરા પડવાનું ચાલુ છે. 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં બુધવારથી હિમવર્ષા-વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરાખંડના 5 જિલ્લા ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં હિમવર્ષા શક્ય છે.
આ તરફ ઉત્તર પ્રદેશ, એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં દિવસનું તાપમાન 30°C સુધી પહોંચ્યું છે. દિવસના તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આગામી 2 દિવસ હવામાનનો હાલ
19-20 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની સંભાવના. જ્યારે રાજસ્થાન, એમપી, પંજાબ અને ચંડીગઢમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે યુપીમાં હળવો વરસાદ થઈ શકે છે.



