Uncategorized

વડોદરાના અંકિતા પરમારનું નામ આટલું ચર્ચામાં કેમ? જિલ્લા પંચાયતની ટિકિટ સિવાય આ કારણ પણ જવાબ

ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ બનેલી છે, ઉમેદવારોના નામોની જાહેરાતમાં વડોદરાના અંકિતા પરમાર સૌથી વધુ ચર્ચામાં છે.
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વડોદરાના પોર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, આ બેઠક માટે નયના પમાં હતા જોકે, તેમના સ્થાને અંકિતા પરમાર પર પસંદગી ઉતારવામાં આવી છે, જેના કારણે નયના પરમાર નારાજ પણ થયા છે. જોકે, આ પછી પક્ષ સામે બળવો પોકારીને તેમણે અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો હતો, જે અંગે તેમના પતિ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત પણ કરવામાં આવી હતી. વાત અંકિતા પરમારની કરીએ તો તેઓ સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેમનો સંબંધ રાજકારણ સાથે લાંબા સમયથી જોડાયેલો છે, જેઓ ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી રહ્યા છે. આ સિવાય તેઓ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં સ્ટાર છે, અંકિતા રાજકારણ અને પરિવારની જવાબદારીઓ સાથે પોતાના ક્ષેત્ર સાથે પણ સતત જોડાયેલા રહે છે, અવારનવાર તેઓ જિમમાં કરેલા વર્કઆઉટના વીડિયો પણ શેર કરતા રહે છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
રીલ સ્ટાર અંકિતા પરમાર ખરેખર રિયલ લાઈફમાં સ્ટાર બની ગયા છે. તેમના સસરાના માર્ગે તેઓ ચાલી રહ્યા છે અને રાજકારણમાં સતત આગળ વધી રહ્યા છે.  (Photo Credit: Ankita Parmar)
તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને પોર જિલ્લા પંચાયતની બેઠક માટે ટિકિટ પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ બેઠક પર નયના પરમારનું પણ નામ રેસમાં હતું. (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
અગાઉ તેઓ વડોદરા નજીક આવેલા પોર ગામની બેઠક ઉપરથી પ્રથમ વખતમાં જ 2025 મતોથી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આમ તેઓ, વડોદરા તાલુક પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
અંકિતા પરમાર અવારનવાર બોલિવૂડની હિરોઇન જેવી અદાઓવાળી તસવીરો મૂકીને પોતાના ચાહકોનાં દિલ જીતે છે. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર હિંદી-ગુજરાતી ગીતો પર રીલ બનાવી છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
આ સાથે તેઓ રાજકારણીની ભૂમિકામાં પણ પોતાના કાર્યોને સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચતા રહે છે. ભાજપના મોટા નેતાઓ સાથેની મુલાકાતની તસવીરો પણ તેઓ શેર કરતા રહે છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
ભાજપના ઉમેદવાર અંકિતા પરમાર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરતાની સાથે જ છવાઈ જતા હોય છે, તેમના ફોલોઅર્સનો આંકડો 1 મિલિયન સુધી પહોંચી ગયો છે.  (Photo Credit: Ankita Parmar)

advertisement

Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
મળતી વિગતો મુજબ અંકિતા પરમારના પતિ કોલેજમાં ફરજ બજાવે છે અને તેમના સસરાએ સતત 25 વર્ષ સુધી પોર પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી છે. આજે અંકિતા તેમના માર્ગદર્શન પ્રમાણે આગળ વધી રહ્યા છે. (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
ન્યૂઝ18 ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં અંકિતાએ જણાવ્યું હતું કે, તેઓ માટે ચૂંટણીમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો સૌથી મહત્વનો રહેશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ આ મહત્વનું વિઝન છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
તેઓએ જણાવ્યું હતું, અગાઉ તાલુકામાં મહિલાઓને પગભર બનાવવા માટે મહત્વની કામગીરી કરી છે, હવે તે પ્રમાણે જિલ્લામાં પણ જવાબદારી ઉપાડીને પ્રજાની મદદ કરવાની ભાવના છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vadodara Por Jilla Panchayat Ticket
બેઠક માટે તેમના નામની જાહેરાત થતાં નયના પરમારે વિરોધના સૂર ઉઠાવ્યા હતા, જેના પર અંકિતાએ કહ્યું હતું કે, તે માણસો પણ આપણા (ભાજપ) છે, તેઓ જલદી સમજી જશે તેવી ખાતરી છે.  (Photo Credit: Ankita Parmar)
Ankita Parmar Vs Nayana Parmar Vadodara Por
પોતાને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે ટિકિટ મળતા અંકિતા પરમારે ખુશી વ્યક્ત કરીને જણાવ્યું કે, અમે વર્ષોથી પાર્ટી માટે કામ કરીએ છીએ, કરતા રહીશું, લોકોની વચ્ચે રહીશું, લોકો જીતાડીને લાવશે. (Photo Credit: Ankita Parmar)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!