Uncategorized

NEET Re-Exam: NTAની મોટી ગડબડ? નાગપુરના વિદ્યાર્થીનું છેક અબુધાબીમાં આવ્યું પરીક્ષા કેન્દ્ર, વિદ્યાર્થીએ કહ્યું- મારી પાસે પાસપોર્ટ જ નથી

NEET Re-Exam: દેશભરમાં 21 જૂનના રોજ ફરીથી NEET પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે નાગપુરના અબ્દુલ્લાહ નામના વિદ્યાર્થીને નાગપુરને બદલે અબુધાબી (UAE)માં પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. જે બાદ અબ્દુલ્લાહનો પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો છે.

                                                                                     NTAની મોટી ગડબડ?
NEET Re-Exam: દેશભરમાં 21 જૂનના રોજ ફરીથી NEET પરીક્ષા યોજાવા જઈ રહી છે. એવામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.પરંતુ આ વચ્ચે નાગપુરના રહેવાસી અબ્દુલ્લાહ મોહમ્મદ સાથે બનેલી ઘટનાએ એક વાર ફરી NTAને સવાલોના ઘેરામાં ઊભું કરી દીધું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની બેદરકારીને કારણે નાગપુરના અબ્દુલ્લાહ નામના વિદ્યાર્થીને 21 જૂને યોજાનારી NEETની પરીક્ષા માટે અબુધાબી (UAE)માં પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. તેણે આ અંગે જણાવતા કહ્યું છે કે, “મારી પાસે તો પાસપોર્ટ પણ નથી, તો હું ત્યાં પરીક્ષા આપવા કેવી રીતે જઈ શકું.”

આવતીકાલે યોજાશે પરીક્ષા

આવતીકાલે રવિવારે પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થી અને તેના માતા-પિતા ચિંતામાં મૂકાઈ ગયા છે. આ પહેલા લેવાયેલી પરીક્ષામાં અબ્દુલ્લાહને નાગપુરમાં જ પરીક્ષા કેન્દ્ર મળ્યું હતું. પસંદગીના વિકલ્પો હોવા છતાં NTAની ગડબડ ફરી એકવાર સામે આવી છે. અબ્દુલ્લાહે અરજી ફોર્મમાં કેન્દ્ર માટે નાગપુર, વર્ધા અને ભંડારા આ ત્રણ કેન્દ્રોની પ્રાથમિકતા આપી હતી. પરંતુ NTAએ આ તમામ વિકલ્પોને અવગણીને તેને વિદેશમાં પરીક્ષા કેન્દ્ર આપી દીધું છે.
</div><div class=neet aspirant shocked after hall ticket assigns exam centre in abu dhabi
” width=”831″ height=”821″ class=”alignnone size-full wp-image-2555868″ />
પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ડૉ. અનીસ અહમદે મીડિયા સાથે વાત કરતાં નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, “NTAએ પરીક્ષાની ધજ્જીયા ઉડાવી દીધી છે. NTAએ તાત્કાલિક આ ભૂલ સુધારવી જોઈએ અને વિદ્યાર્થીને નવી હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) આપવી જોઈએ.”
અબ્દુલ્લાહ પાસે પાસપોર્ટ પણ નથી
જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી. પરિવારે જણાવ્યું કે, માત્ર 24 કલાકમાં પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂરી કરીને તેને વિદેશ મોકલવો અમારા માટે અસંભવ છે. આ અંગે વિદ્યાર્થીએ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ તકનિકી ભૂલ સ્વીકારીને આશ્વાસન આપ્યું છે કે શનિવાર સાંજ સુધીમાં સુધારેલું પ્રવેશપત્ર જારી કરવામાં આવશે. તેમ છતાં નવી હોલ ટિકિટ મળે ત્યાં સુધી વિદ્યાર્થી અને પરિવાર માનસિક તણાવમાં રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!