Uncategorized
Trending

હળવદ: ટ્રકમાંથી રૂ. 32.84 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદના કવાડીયા ચેકપોસ્ટ પાસે કચ્છ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરતા આઇશર ટ્રકમાંથી રૂ. 32.84 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે. હળવદ-માળીયા હાઇવે પર કવાડીયા ચેકપોસ્ટ પાસે સરહદી રેન્જ સ્ક્વોડે દરોડો પાડી HR-38-AE-0201 નંબરની આઇશર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 9,456 બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 32.84 લાખનો દારૂ, રૂ. 20 લાખની ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ. 52.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે પોલીસે હરિયાણાના અરબાઝ રહીશ મેવ (ઉ.વ.22)ની ધરપકડ કરી છે. ઉપરાંત આશીફ અને શર્માજી નામના બે શખ્સોના નામ ખુલતા પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!