Uncategorized
Trending
માતાજીના દર્શન કરીને પરત ફરતા કલાકાર હકાભા ગઢવીની કાર વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી, આબાદ બચાવ

Hakhabha Gadhvi car Accident: ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક અકસ્માતગ્રસ્ત બની. પાણી ભરેલી ખાઈમાં કાર ખાબકી, સ્થાનિકોએ સુરક્ષિત બહાર કાઢ્યા. કોઈ જાનહાનિ થઈ નથી.
સુરેન્દ્રનગર: ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે તેમની ફોર્ચ્યુનર કાર રસ્તાના કિનારે આવેલી પાણી ભરેલી ખાઈમાં ખાબકી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે.
માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાય સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પાણીમાં પડી
આ અકસ્માત બાદ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, રસ્તા પર અચાનક સાપ આડો ઉતરતાં તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર કાર રસ્તાની બાજુમાં આવેલી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જોકે અકસ્માતના ચોક્કસ કારણ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અકસ્માત સમયે હકાભા ગઢવીની પાછળ જ તેમના અન્ય મિત્રો બીજી કારમાં આવી રહ્યા હતા. અકસ્માત થતાં જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. હકાભા ગઢવી સુરક્ષિત હોવાના સમાચાર મળતાં જ તેમના ચાહકો અને શુભચિંતકોએ રાહતનો શ્વાસ લીધો છે.



