Uncategorized
Trending
મામાની દીકરી સાથે પરણવાની જિદ, 90 ફૂટના ટાવર પર ચડી ગયો યુવક! ગામના લોકો સાથે પોલીસ પણ ધંધે લાગી

હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોજપુર ઝિરકા વિસ્તારમાં સગીરા સાથે લગ્નની જિદને લઈને સોમવારે સવારે આશરે 8 વાગ્યે એક યુવક 90 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો. આ મામલો ફિરોઝપુર ઝિરકા વિસ્તારના ગામ તિઘરાનો છે.
નૂંહ: હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોજપુર ઝિરકા વિસ્તારમાં સગીરા સાથે લગ્નની જિદને લઈને સોમવારે સવારે આશરે 8 વાગ્યે એક યુવક 90 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો. આ મામલો ફિરોઝપુર ઝિરકા વિસ્તારના ગામ તિઘરાનો છે. યુવક આશરે 5 કલાક સુધી ટાવર પર બેઠો રહ્યો હતો, જેથી ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.
જાણકારી અનુસાર ગામ તિઘરા નિવાસી અબ્દુલ કરીમનો દીકરો કૈફે પોતાની મામાની સગીર દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો. કૈફની મા આ સંબંધ માટે તૈયાર છે, પરંતુ છોકરીના પિતા તેના વિરોધમાં છે. આ વાતને લઈને કૈફે પોતાની માંગને મનાવવા માટે ટાવર પર ચડવા જેવું ખતરનાક પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતી.
ફિરોજપુર ઝિરકા સદર પોલીસ સ્ટેશન ઇનચાર્જ સુભાષ ચંદના નેતૃત્વમાં પોલીસ ટીમે યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રામલોકોએ પણ સતત તેને નીચે ઉતરવાની અપીલ કરી હતી. આશરે 5 કલાકની જહેમત બાદ પોલીસે યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો હતો. પોલીસ સ્ટેશન ઇનચાર્જ સુભાષ ચંદે જણાવ્યું કે, આ કેસ સંપૂર્ણ રીતે પારિવારિક છે અને હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે. સગીર સાથે લગ્નનો મામલો હોવાથી પોલીસ આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહી છે.



