Uncategorized
Trending
બસ પર ઝાડ પડતાં મોતઃ 11 વર્ષના વિહાનના ફેવરિટ ક્રિકેટ બોલ સાથે અંતિમ સંસ્કાર કરાયા, દરેક લોકો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા!

મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાંથી ભાવુક ઘટના સામે આવી છે. જ્યાં એક સ્કૂલ બસ પર ઝાડ ધરાશાયી થતાં 11 વર્ષના વિહાન શ્રીવાસ્તવનું દુઃખદ અવસાન થયું હતું. જે બાદ ગઈકાલે બુધવારે વિહાનના અંતિમ સંસ્કાર તેના સૌથી પ્રિય ક્રિકેટ બોલ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમ સંસ્કારમાં હાજર દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતું.
મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાંથી ભાવુક ઘટના સામે આવી છે. જ્યાં એક સ્કૂલ બસ પર ઝાડ ધરાશાયી થતાં 11 વર્ષના વિહાન શ્રીવાસ્તવનું દુઃખદ અવસાન થયું હતું. જે બાદ ગઈકાલે બુધવારે વિહાનના અંતિમ સંસ્કાર તેના સૌથી પ્રિય ક્રિકેટ બોલ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમ સંસ્કારમાં હાજર દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. વિહાનની અંતિમ યાત્રામાં પરિવારજનો, પડોશીઓ, સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. દરેકે આ ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહી અને માસૂમ વિહાનને ન્યાય અપાવવાની માંગ કરી છે.

આ મામલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બેદરકારી દાખવવા બદલ એમ-વેસ્ટ વોર્ડના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ (ગાર્ડન્સ) જગદીશ ભોઇરને સસ્પેન્ડ કર્યા છે. અંતિમ સંસ્કાર પહેલા વિહાનના પરિવારની એક તસ્વીર પણ સામે આવી છે, જેમાં વિહાનની માતા પોતાના લાડકવાયા દીકરાની યાદમાં તેનું ફેવરિટ બેટ પકડીને બેઠેલી છે. વિહાન તેના માતા-પિતાનો એકના એક સંતાન હતો.

વિહાનની જ બિલ્ડિંગમાં રહેતા ધારાસભ્ય તુકારામ કાટે પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમણે વિહાનના માતા-પિતાને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે વિહાને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવો જોઈએ. વિહાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા બાદ વિહાનના જ્યારે તેના ફેવરિટ ક્રિકેટ બોલ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

પરિવારના એક સભ્યએ કહ્યું કે, ‘અમારો વિહાન ઘણો હોશિયાર હતો અને તેને ક્રિકેટ ગમતું હતું. અમે તેના અંતિમ સંસ્કાર તેના પ્રિય ક્રિકેટ બોલ સાથે કર્યા. આ બોલ વિહાનને બહુ જ ગમતો હતો.’

સ્કૂલ બસ પર વૃક્ષ પડતા વિહાનનું મોત – મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાં એક પીપળનું ઝાડ સ્કૂલ બસ પર પડ્યું હતં, જેમાં વિહાન શ્રીવાસ્તવનું મોત થયું હતું, જ્યારે ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બપોરે 2:58 વાગ્યે રોડ નંબર 11 પર બની હતી, જ્યારે સ્કૂલ બસ 13 વિદ્યાર્થીઓને તેમના ઘરે મૂકવા જઈ રહી હતી.




