Uncategorized
Trending

યુવતીને શિક્ષણની લાલચ આપી મૌલવી મુંબઈ લઈ ગયો, ભરૂચનો માનવામાં ન આવે તેવો કિસ્સો

ભરૂચની 22 વર્ષીય યુવતીને શિક્ષણની લાલચ આપી દુષ્કર્મ અને ધમકી આપવાના કેસમાં મુંબઈના 55 વર્ષીય મદ્રેસા ટ્રસ્ટીની ભરૂચ પોલીસે ધરપકડ કરી. કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા.

Bharuch News: ભરૂચમાં 22 વર્ષીય યુવતીને ધાર્મિક શિક્ષણ અને કોલેજનો તમામ અભ્યાસ ખર્ચ ઉઠાવવાની લાલચ આપીને મુંબઈ સ્થિત મદ્રેસામાં બોલાવી તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાનો તેમજ ધમકી આપી બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના મુંબઈમાંથી 55 વર્ષીય મદ્રેસા ટ્રસ્ટીની અને સંચાલક મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારીની ધરપકડ કરી છે. આરોપીને ભરૂચ લાવી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મુંબઈ સ્થિત "અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત" મદ્રેસાનો ટ્રસ્ટી અને સંચાલક છે. ફરિયાદ અનુસાર, આરોપીએ યુવતીના પરિવાર સાથે વિશ્વાસનો સંબંધ કેળવી દીકરીના ધાર્મિક અને ઉચ્ચ શિક્ષણનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવવાની ખાતરી આપી હતી. પરિવાર વિશ્વાસમાં આવતા યુવતીને અભ્યાસ માટે મુંબઈ મોકલવામાં આવી હતી.
મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી મુંબઈ સ્થિત “અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત” મદ્રેસાનો ટ્રસ્ટી અને સંચાલક છે. ફરિયાદ અનુસાર, આરોપીએ યુવતીના પરિવાર સાથે વિશ્વાસનો સંબંધ કેળવી દીકરીના ધાર્મિક અને ઉચ્ચ શિક્ષણનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવવાની ખાતરી આપી હતી. પરિવાર વિશ્વાસમાં આવતા યુવતીને અભ્યાસ માટે મુંબઈ મોકલવામાં આવી હતી.
ફરિયાદમાં આરોપ છે કે, મદ્રેસામાં રહેવા દરમિયાન આરોપીએ યુવતીની ઇચ્છા વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવતી ગર્ભવતી બનતાં તેને બળજબરીથી ગોળીઓ આપીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળીને યુવતી ભરૂચ પરત ફરી આવી હતી.

યુવતી ભરૂચ પરત આવ્યા બાદ પણ આરોપી સતત ફોન કરીને અને રૂબરૂ મળી મુંબઈ પાછા આવવા દબાણ કરતો હતો. ફરિયાદ મુજબ, યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ ખોટા નિકાહનામામાં ફસાવી દેવાની, અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આખરે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોતાના માતા-પિતાને કરી હતી. ત્યારબાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શહેર એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવી. પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપીની મુંબઈમાંથી ધરપકડ કરી હતી. હાલ આરોપી બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસે કેસના તમામ પાસાઓની વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!