Uncategorized
Trending

સગીરાને ફસાવવા બીટ્ટુ બન્યો સોનું, ન્યૂડ વીડિયો બનાવી કરતો હેરાન!

અમદાવાદ ગ્રામ્યમાં આવેલા કણભા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીના મોબાઇલમાંથી અન્ય 4 યુવતીઓની માહિતી પણ સામે આવી છે.

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં આવેલા કણભા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરાને ફસાવી બીટ્ટુ ખાન સોનુ બની વાતો કરતો હતો અને સગીરાને ધમકાવીને તેની સાથે વીડિયો કૉલમાં વાત કરી બે ન્યૂડ વીડિયો બનાવી લીધા હતા. નોંધનીય છે કે આરોપીના મોબાઇલમાંથી અન્ય 4 યુવતીઓની માહિતી પણ સામે આવી છે.
પોલીસ ગિરફતમાં આવેલ આરોપી છે બીટ્ટુ ખાન રઈશ ખાન. આરોપી સોનુ બનીને ખોટું બોલી સગીરાને પોતાની જાળમાં ફસાવીને તેમના ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. આરોપી મૂળ મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે અને ફર્નિચરનું કામ કરતો હતો. કણભા ગામમાં રહેતી સગીરા વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે. આ સગીરાએ તેની બહેનપણીની મદદથી ફોન ખરીદીને મેસેજિંગ એપ્લિકેશન achat ડાઉનલોડ કરી હતી. જેમાં તેને એક યુવક સાથે સંપર્ક થયો હતો. આ યુવકે પોતાનું નામ સોનુ જણાવીને સગીરા સાથે સંપર્ક કેળવીને સગીરાની મરજી વિના ન્યુડ વીડિયો કૉલ કરાવીને ધમકી આપીને બ્લેકમેલ કરી હતી.
બંને વચ્ચે ઝઘડો થતા સગીરાએ તપાસ કરી ત્યારે આ યુવકનું નામ સોનુ નહીં પરંતુ બીટ્ટુ ખાન હોવાનું અને તે પરણીત તથા એક પુત્રનો પિતા હોવાનું સામે આવ્યું હતું જેથી સમગ્ર મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે મૂળ દસ્ક્રોઇની સગીરા વલ્લભ વિદ્યાનગર ખાતે હોસ્ટેલમાં રહે છે અને બીએસસી ઈન જેનેટિકનો અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા આ સગીરા હોસ્ટેલથી તેના ઘરે આવી હતી. આ સગીરા પાસે એક મોબાઇલ હતો જેનું હેન્ડલિંગ માતા પાસે પણ હતું પરંતુ તેની માતાએ બીજો મોબાઇલ પણ તેની પાસે જોઈ લીધેલ અને સુનમૂન રહેતી હોવાથી તેની માતાએ તેને પૂછતા તેણે એક વ્યક્તિ હેરાન પરેશાન કરીને બીભત્સ માંગણીઓ કરીને બ્લેકમેલ કરતો હોવાની હકીકત જણાવી હતી.
સગીરાએ જણાવ્યું કે તે હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે તેણે ફેબ્રુઆરી માસમાં તેની ફ્રેન્ડની મદદથી એક ફોન ખરીદ્યો હતો. અને તેમાં પ્લે સ્ટોર પરથી મેસેજિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનથી તેને સોનુ નામના યુવક સાથે સંપર્ક થયો હતો અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારે આ યુવકે તેની ઉંમર 23 વર્ષની હોવાનું જણાવીને પોતે કુંવારો હોવાનો દાવો કરતો હતો. જે બાદ આ સોનુ નામના યુવકે ન્યૂડ વીડિયો કૉલ કરવા દબાણ કર્યું હતું, ત્યારે સગીરા સાથે વીડિયો કૉલમાં વાતચીત દરમિયાન કપડાં ઉતારવાનું કહેતો હતો. સગીરા મનાઈ કરે તો મરી જવાની ધમકી આપીને ઝઘડો કરીને મરતી વખતે તારું નામ લખી દઈશ તેવી ધમકી આપતો હતો. જેથી આ યુવકની ધમકીઓને વશ થઈને સગીરાએ વીડિયો કૉલ કર્યો હતો અને આ વિના મરજીએ આ યુવકની માંગણી પૂરી કરી હતી. યુવક જ્યારે સગીરાને મળતો ત્યારે શારીરિક સંબંધો માટે પણ દબાણ કરતો હતો.
આ યુવકના મિત્ર થકી સગીરાને જાણવા મળ્યું કે તેનું નામ સોનુ નહીં પરંતુ બીટ્ટુ ખાન છે અને તે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે. બીટ્ટુ ખાન પરણિત છે અને તેને એક પુત્ર પણ છે. જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આરોપી બીટ્ટુ ખાને પત્ની સાથે છૂટાછેડા લેવાના છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં ફરી ન્યૂડ વીડિયો કૉલની વાત કરતા સગીરાએ મનાઈ કરી હતી. ત્યારે આરોપી બીટ્ટુ ખાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી.
નોંધનીય છે કે, આરોપીએ સગીરાના Gmail અને Instaનું આઈડી પાસવર્ડ પણ મેળવી લીધા હતા. આરોપીના મોબાઇલથી જે યુવતીઓની માહિતી મળી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ આને રૂપિયા લીધા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!