
સામરખા ચોકડી પર ગેરકાયદે માર્કેટ સીલ કર્યું તો રોડ પર 70 પથારા લાગ્યા.
નેશનલ હાઇવે નં 48 પર સામરખા ચોકડી પાસે એપીએમસી સંચાલિત સરદાર પટેલ શાકમાર્કેટ વર્ષોથી કાર્યરત છે. તેમ છતાં તેની બાજુમાં ગોડાઉનની પરિમશન હોવા છતાં ખાનગી શાકમાર્કેટ બનાવી દેતા મનપાએ સીલ કર્યું હતું. મનપાએ માર્કેટ સીલ કરતાં 70 જેટલા વેપારીઓએ હવે રોડની બાજુમાં પાથરણા પાથરીને ધંધો શરૂ કરવામાં આવ્યો છે. જે ભવિષ્યમાં ટ્રાફિક માટે અડયણ રૂપ બને તેમ છે. ત્યારે મનપા સહિત તંત્રએ જગ્યા ઘર કરી જાય તે પહેલા જ કોઇના ઇશારે બેસતા શાકભાજીવાળાને ખસેડવામાં આવે તેમ જનતા ઇચ્છે છે.
ગત સપ્તાહે મનપા દ્વારા સામરખા ચોકડી પાસે આવેલા એપીએમસી સંચાલિત શાકમાર્કેટને અડીને ઉભા કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટ ને સીલ કરવામાં આવ્યું હતું. જે બાદજથ્થાબંધ શાકભાજી વેચવા માટેવેપારીઓ રોડ પર બેસી ગયા છે. જેના કારણે
વાહનચાલકોનો હાલાકીઓનો સામનો કરવો પડે છે. જેને લઇને એપીએમસીના વેપારીઓને સીધી અસર થઇ રહી છે. ત્યારે આ ગેરકાયદે શાકમાર્કેટ ઉભુ કરનારના ઇશારે વેપારીઓ રોડની બાજુમાં શાકબાજી વેચવા બેસી ગયા છે. તેમને તાત્કાલિક ખસડેવામાં નહીં આવે તો અકસ્માતો થવાની સંભાવના છે. જેથી તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
એપીએમસીના નિયમ મુજબ 5 કિમી વિસ્તારમાં ખાનગી શાકમાર્કેટ ઉભુ ન કરાય એપીએમસીના ધારાધોરણ મુજબ 5 કિમી વિસ્તારમાં જથ્થાબંધ શાકભાજી ના વ્યવસાય કરી ન શકાય તેમ છતાં સીલ કરવામાં આવેલા ગેરકાયદે શાકમાર્કેટની બહાર જ પથારા લાગી ગયા છે. હા 48 પર સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે સામરખા ચોકડી પાસે ગેરકાયદે રોડની બાજુમાં પાથરણા નાંખીને શાકભાજી વાળા બેસી જાય છે.જેથી હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોશાકભાજી લેવા ઉભા રહેતા રોડ વાહનો ખડકાઇ જાય છે. જેથી અકસ્માત થવાનો ભય રહે છે.




