Uncategorized

UPના એન્જિનિયર અને તેની પત્નીને ફાંસી:50થી વધુ બાળકોનું યૌનશોષણ કર્યું, વીડિયો બનાવીને ડાર્ક વેબથી ચીન-અમેરિકા સહિત 47 દેશને વેચ્યા

ઉત્તરપ્રદેશની બાંદા કોર્ટે શુક્રવારે બાળકોનું યૌનશોષણ કરનારાં પતિ-પત્નીને ફાંસીની સજા સંભળાવી. આ બંને બાળકોનું યૌનશોષણ કરતાં હતાં અને અશ્લીલ વીડિયો-ફોટો બનાવીને ડાર્ક વેબ દ્વારા વિદેશોમાં વેચતાં હતાં.

ચુકાદો આપતી વખતે પોક્સો કોર્ટના જજ પ્રદીપ કુમાર મિશ્રાએ કહ્યું, બંને પતિ-પત્નીને મરે નહીં ત્યાં સુધી ફાંસીના ફંદા પર લટકાવી રાખવામાં આવે. આ પહેલાં કોર્ટે 18 ફેબ્રુઆરીએ બંનેને દોષિત ઠેરવ્યાં હતાં.

પતિ રામભવન સિંચાઈ વિભાગનો એન્જિનિયર હતો, જ્યારે પત્ની દુર્ગાવતી ગૃહિણી હતી. સીબીઆઈએ રામભવનને 18 નવેમ્બર, 2020ના રોજ ધરપકડ કરી હતી, જ્યારે દુર્ગાવતીને સાક્ષીઓ પર દબાણ કરીને સમાધાન કરાવવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી.

આ દરમિયાન જો કોઈ બાળક વિરોધ કરતું તો પતિ-પત્ની તેને મારતાં-પીટતાં હતાં. બૂમો પાડવા પર તેનું મોં દબાવી દેતાં હતાં. પછી પૈસા કે રમકડાં, મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપવાની લાલચ આપીને તેની જીભ બંધ કરાવી દેતાં હતાં.

એક બાળકે જણાવ્યું હતું કે રામભવન મોબાઇલ ફોનમાં ગેમ રમવા અને યુટ્યૂબ પર વીડિયો બતાવવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો. પતિ-પત્ની ક્યારેક બાંદામાં ભાડાનું મકાન લઈને, તો ક્યારેક ચિત્રકૂટમાં ગંદું કામ કરતાં હતાં. આ દરમિયાન પતિ-પત્નીએ 50થી વધુ બાળકોનું યૌનશોષણ કર્યું.

આની ફરિયાદ મળવા પર 31 ઓક્ટોબર, 2020ના રોજ કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ રામભવન વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આરોપ હતો કે તે બાળકોના અશ્લીલ વીડિયો/ફોટો બનાવીને ડાર્ક વેબ દ્વારા આંતરરાષ્ટ્રીય પેડોફાઇલ નેટવર્ક સુધી પહોંચાડતો હતો.

આ પછી 17 નવેમ્બર 2020ના રોજ CBIએ રામભવન અને તેની પત્ની દુર્ગાવતીની ધરપકડ કરી હતી.

આ તસવીર વર્ષ- 2020ની છે, જ્યારે CBI આરોપી JE રામભવનને મેડિકલ કરાવવા હોસ્પિટલ લઈ ગઈ હતી.
આ તસવીર વર્ષ- 2020ની છે, જ્યારે CBI આરોપી JE રામભવનને મેડિકલ કરાવવા હોસ્પિટલ લઈ ગઈ હતી.

ધરપકડના 88મા દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

CBIએ ધરપકડના 88મા દિવસ પછી બાંદા કોર્ટમાં 700 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં મેડિકલ રિપોર્ટ અને બાળકોનાં નિવેદનોને આધાર બનાવવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન CBIની ટીમે 4થી 42 વર્ષ સુધીની ઉંમરના લોકોનાં નિવેદનો નોંધ્યાં. તમામનું મેડિકલ પરીક્ષણ કરાવવાની સાથે ડિજિટલ એવિડન્સને જોડવામાં આવ્યા હતા.

વકીલે કહ્યું- ઇન્ટરપોલ પાસેથી ઇનપુટ મળ્યું હતું

વકીલ કમલ સિંહે જણાવ્યું કે રામભવન બાળકોના પોર્ન વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર અપલોડ કરતો હતો.
વકીલ કમલ સિંહે જણાવ્યું કે રામભવન બાળકોના પોર્ન વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર અપલોડ કરતો હતો.

પોક્સો કોર્ટના અધિવક્તા કમલ સિંહે જણાવ્યું- આ મામલો ઓક્ટોબર- 2020નો છે. સીબીઆઈને ઇન્ટરપોલ તરફથી સૂચના મળી હતી કે એક વ્યક્તિ 3 મોબાઈલ નંબરથી 7થી લઈને 18 વર્ષનાં બાળકોના પોર્ન વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર અપલોડ કરે છે, સાથે જ એક પેનડ્રાઈવ પણ મળી હતી. એમાં 34 બાળકોના વીડિયો અને 679 ફોટા હતા. આ બાળકો બાંદા, ચિત્રકૂટ સહિત આસપાસના જિલ્લાના રહેવાસી હતા.

એ નંબરને ટ્રેસ કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે રામભવન પોતાની પત્ની સાથે આ ગંદું કામ કરી રહ્યો હતો. રામભવન સિંચાઈ વિભાગમાં જેઈના પદ પર તહેનાત હતો. સીબીઆઈએ બાંદા પોલીસ સાથે મળીને જેઈ અને તેની પત્નીની ધરપકડ કરી લીધી હતી.

બાળકો સંબંધિત મામલો હોવાને કારણે CBIએ પોક્સો કોર્ટમાં ટ્રાયલ ચલાવી. આ મામલામાં ફેબ્રુઆરી 2021માં ચાર્જશીટ દાખલ કરી. CBIએ પોક્સો કોર્ટમાં 74 સાક્ષી રજૂ કર્યા. વકીલે માગ કરતાં કહ્યું કે ડીએમને એક પત્ર લખવામાં આવે, જેમાં પીડિત બાળકોને 10-10 લાખ રૂપિયાની રકમ આપવાનું કામ કરવામાં આવે.

આ તસવીર 17 નવેમ્બર, 2020ની છે, જ્યારે CBIએ JE રામભવનને તેના ઘરેથી ધરપકડ કરી હતી.
આ તસવીર 17 નવેમ્બર, 2020ની છે, જ્યારે CBIએ JE રામભવનને તેના ઘરેથી ધરપકડ કરી હતી.

ચીન-અમેરિકા સહિત 47 દેશને વીડિયો વેચ્યા હતા

વકીલે જણાવ્યું હતું કે આ બંનેએ આ ગંદા વીડિયો ચીન, અમેરિકા, બ્રાઝિલ અને અફઘાનિસ્તાન સહિત 47 દેશને વેચ્યા હતા. જે બાળકો દુષ્કર્મનો ભોગ બન્યાં હતાં તેમની સારવાર દિલ્હી AIIMSમાં કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!