Uncategorized
Trending

પતિને છોડીને આવેલી પરિણીતાની ટ્રોલી બેગમાંથી મળી લાશ, પ્રેમી પર શંકા, સેલવાસની પરસેવો છોડાવે તેવી ઘટના

સેલવાસની દાન હોટલ પાછળ આવેલા રહેણાંક કોમ્પ્લેક્સમાંથી ટ્રોલી બેગમાં પરિણીત મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળ્યો. પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને પ્રેમી સામે તપાસ શરૂ થઈ છે.
સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં દાન હોટલ પાછળ આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાંથી ટ્રોલી બેગમાં પરિણીત મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ બિહારના નવાદા જિલ્લાના રહેવાસી છોટી કુમારી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હત્યાની આશંકા છે અને મહિલા સાથે રહેતા તેના પ્રેમી ઋષભ કુમારની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. નોંધનીય છે કે, આ મકાનમાં રહેતો ભાડુઆત બે મહિના પહેલા જ ઘર માલિકને વતન જઈને 15 દિવસમાં આવી જશે તેમ કહીને ગયો હતો.
બંધ રૂમમાંથી આવતી દુર્ગંધે ઉઘાડ્યો ભેદ - માહિતી મુજબ, દાન હોટલ પાછળ મારુતિ એપાર્ટમેન્ટ્સ નજીક આવેલા એક રો-હાઉસ કોમ્પ્લેક્સના બંધ રૂમમાંથી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સેલવાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રૂમનું તાળું ખોલીને તપાસ કરતાં અંદર પડેલી ટ્રોલી બેગમાંથી મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ મૃતદેહ લગભગ એક મહિના જૂનો હોવાનું માનવામાં આવે છે. (ફરાર પ્રેમીની તસવીર)
બંધ રૂમમાંથી આવતી દુર્ગંધે ઉઘાડ્યો ભેદ – માહિતી મુજબ, દાન હોટલ પાછળ મારુતિ એપાર્ટમેન્ટ્સ નજીક આવેલા એક રો-હાઉસ કોમ્પ્લેક્સના બંધ રૂમમાંથી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સેલવાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રૂમનું તાળું ખોલીને તપાસ કરતાં અંદર પડેલી ટ્રોલી બેગમાંથી મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ મૃતદેહ લગભગ એક મહિના જૂનો હોવાનું માનવામાં આવે છે. (ફરાર પ્રેમીની તસવીર)
Evil Mother Forces 11-Year-Old Daughter Pregnant by Husband Delivers Baby at Home Court Awards Life Sentence
ભાડુઆત વતન જવાનું કહીને ગયો હતો – સેલવાસના ટોકરખાડા પાસે દાન હોટલ પાછળ જોગેશ નગીનભાઇ પટેલની ચાલીમાં રહેતા એક ભાડુઆતે બે મહિના પહેલા વતન ગયો હતો. તેણે મકાનમાલિકને જણાવ્યુ હતુ કે, તે પોતાના વતન જઈ રહ્યો છે અને થોડા દિવસમાં પરત આવી જશે. જે બાદથી મકાન માલિક દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ છતાં ભાડુઆત પરત ના ફરતા અને મકાન સતત બંધ રહેતા મકાનમાલિકને શંકા ગઈ હતી.
પતિને છોડીને પ્રેમી સાથે સેલવાસ આવી હતી - પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છોટી કુમારી બિહારના નવાદા જિલ્લાના રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના સિઉર ગામની રહેવાસી હતી. લગભગ બે વર્ષ પહેલાં તેણે પોતાના પતિ અને પરિવારને છોડીને ગામના જ યુવાન ઋષભ કુમાર સાથે ઘર છોડ્યું હતું. ત્યારથી બંને સેલવાસમાં રહેતા હતા.
પતિને છોડીને પ્રેમી સાથે સેલવાસ આવી હતી – પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છોટી કુમારી બિહારના નવાદા જિલ્લાના રોહ પોલીસ સ્ટેશન વિસ્તારના સિઉર ગામની રહેવાસી હતી. લગભગ બે વર્ષ પહેલાં તેણે પોતાના પતિ અને પરિવારને છોડીને ગામના જ યુવાન ઋષભ કુમાર સાથે ઘર છોડ્યું હતું. ત્યારથી બંને સેલવાસમાં રહેતા હતા.
gurugram crime software engineer kills woman friend then dies by suicide after jumping before train
પ્રેમી સામે શંકા, પોલીસની તપાસ તેજ – પ્રાથમિક તપાસમાં પોલીસને હત્યાની આશંકા છે. મહિલા સાથે રહેતા ઋષભ કુમારની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તે ક્યાં છે અને ઘટનાના સમયે તેની હાજરી અંગે પોલીસ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
banda crime news husband kills wife axe suspicion baghehata village
બિહાર પોલીસ સાથે પણ સંપર્ક – મૃતક અને સંદિગ્ધ આરોપી વિશે વધુ માહિતી મેળવવા સેવલાસ પોલીસે બિહાર પોલીસનો પણ સંપર્ક કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!