Uncategorized

વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ:કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરે કપડા ધોવા બોલાવી રાત્રે ગોંધી રાખી, વીડિયો પણ બનાવ્યો

વડોદરા

આરોપી આકાશસિંઘ મુળ મધ્યપ્રદેશનો રહેવાસી. - Divya Bhaskar

આરોપી આકાશસિંઘ મુળ મધ્યપ્રદેશનો રહેવાસી.

સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વોશિંગ મશીનમાં કપડા ધોવાના બહાને રૂમ પર બોલાવી, તેને બંધક બનાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવકની અટકાયત કરી છે.

આરોપીએ વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને બોલાવી મળતી માહિતી મુજબ, આરોપી આકાશસિંઘ વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભિયાસ કરતી વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. બન્ને ચટિંગમાં વાત પણ કરતા હતાં.

વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરવા વીડિયો પણ ઉતાર્યો.
વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરવા વીડિયો પણ ઉતાર્યો.

રાત્રિના કોઈ જોઈ જશે કહી રોકાવા મજબૂર કરી વિદ્યાર્થિનીને કપડા ધોવા હોવાથી આરોપી આકાશસિંઘના રૂમે વોશિંગ મશીન હોવાથી તેણે મિત્રતામાં બોલાવી હતી. વિદ્યાર્થિનીને વારંવાર બોલાવ્યા બાદ તે આરોપીના રૂમે પહોંચી હતી. બાદમાં રાત્રિનો સમય હોવાથી આરોપીએ માયાજાળ રચી વિદ્યાર્થિનીને રાતિરીનો સમય છે, અહીંયાથી નહીં જવાય અને કોઈ જોશે તો કેવું લાગશે? કહી રોકી રાખી હતી.

આરોપીનો પરિવાર કચ્છમાં રહે છે, જ્યારે તે વડોદરામાં રહી નોકરી કરતો હતો.
આરોપીનો પરિવાર કચ્છમાં રહે છે, જ્યારે તે વડોદરામાં રહી નોકરી કરતો હતો.

રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું, વીડિયો પણ બનાવ્યો બાદમાં રાત્રે પોતાના બેડરૂમમાં ફોસલાવી બોલાવી હતી. શરૂઆતમાં આરોપીએ તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીએ જવા માટે વારંવાર આજીજી કરવા છતાં પીડિતાને પોતાના બેડરૂમમાં રાત આખી ગોંધી રાખી મરજી હવસ પુરી કરી રહ્યો હતો. આટલેથી ન અટકતા, નરાધમ આકાશસિંઘે આ સમગ્ર કૃત્યના વીડિયો પણ ઉતાર્યા હતા, જેથી તે ભવિષ્યમાં વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી ફરી બોલાવી શકે.

આરોપીનો ફોન જપ્ત કર્યો, પીડિતાનું મેડિકલ પરીક્ષણ આખરે વિદ્યાર્થિની આરોપીના ઘરમાંથી સવારે છૂટી સીધી બપોદ પોલીસ મથકે પહોંચી હતી અને રાત્રે થયેલા બનાવ અંગે શબ્દશઃ પોલીસને વર્ણન કર્યું હતું. બાપોદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને આરોપી આકાશસિંઘ સામે ગુનો નોંધી તાત્કાલિક અસરથી અટકાયત કરી છે. સાથે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીના ફોનમાંથી વાંધાજનક વીડિયો રિકવર કરવા માટે ફોરેન્સિક તપાસની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને અપહરણ સહિતની કડક ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!