Uncategorized

સ્કૂલેથી ઘરે જતી ધો-8ની વિદ્યાર્થિની સાથે યુવાનની બિભત્સ હરકત, CCTV:વેલંજામાં બાઈક લઈ ઉભેલા યુવાને સગીરાને ખેંચી જઘન્ય કૃત્ય કર્યું, બે વર્ષમાં બીજી તરૂણી સાથે દુષ્કૃત્ય કર્યું

સુરત

વિકૃત શખ્સે પહેલાં સગીરાને પોતાની પાસે બોલાવી હતી, પછી તેની પાસે અશોભનીય ચેષ્ટા કરાવી હતી. - Divya Bhaskar

વિકૃત શખ્સે પહેલાં સગીરાને પોતાની પાસે બોલાવી હતી, પછી તેની પાસે અશોભનીય ચેષ્ટા કરાવી હતી.

સુરત શહેરના છેવાડાના વેલંજા ગામની શ્યામ સોસાયટી પાછળના રસ્તા ઉપર ભરબપોરે સ્કૂલેથી પરત ઘરે જઈ રહેલી ધો. 8ની વિદ્યાર્થીની સાથે એક યુવકે દુષ્કૃત્ય આચર્યું છે. સંદીપ ગોટી નામના યુવકે સગીરાને હાથ પકડી પોતાની તરફ ખેંચી હતી. ત્યાર બાદ આ સગીરા પાસે પોતાના પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરાવ્યો હતો.

જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમનું પગેરૂ મેળવી ઝડપી પાડવામાં આવ્યો છે. નરાધમ 2024માં પણ રસ્તે જતી સગીરાની આ પ્રકારે જ છેડતી કરી હતી અને ધરપકડ પણ થઈ હતી. જોકે ફરી વિકૃતિ કરતા ફરી પોલીસ પકડમાં આવ્યો છે.

સંદીપ ગોટી પ્રિ-પ્લાન સાથે અગાઉથી જ હાજર હતો વેલંજો ગામ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરની ધો.8માં અભ્યાસ કરતી 13 વર્ષીય પુત્રી ગત બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં સ્કૂલેથી પગપાળા પરત ઘરે જઈ રહી હતી. દરમિયાનમાં ઘર નજીક શ્યામ સોસાયટી પાછળ રોડના કિનારે ડિવાઈડરની સાઈડના ભાગેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન હોન્ડા શાઈન બાઈક ઉપર સંદીપ ગોટી ઉભો હતો. તેણે વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી હતી. વિદ્યાર્થિની કંઈ વિચારે તે પહેલા નરાધમ યુવાને સગીરા સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું.

આ પહેલાં પણ આરોપી સંદીપ ગોટી પર છેડતી સહિતના આક્ષેપો લાગી ચૂક્યા છે.
આ પહેલાં પણ આરોપી સંદીપ ગોટી પર છેડતી સહિતના આક્ષેપો લાગી ચૂક્યા છે.

વિદ્યાર્થીની ડરીને ભાગી ગઈ આ ઘટનાને પગલે વિદ્યાર્થીની ડરીને ભાગી ગઈ હતી. તેમજ નરાધમ ત્યાંથી બાઈક લઈ ભાગી છૂટ્યો હતો. પોતાની સાથે બનેલી જધન્ય ઘટનાને પગલે ઘરે જઈ સમગ્ર હક્કીતની જાણ માતા-પિતાને કરતા તેઓ પણ ચોંકી ગયા હતા અને ઉત્રાણ પોલીસમાં અજાણ્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

CCTV તપાસ્યા ને પોલીસ આરોપી સુધી પહોંચી આ અંગે ઉત્રાણ પોલીસ દ્વારા કિશોરી સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરનારની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં એક સીસીટીવીમાં નરાધમ કેદ થઈ ગયો હતો. ત્યારબાદ ઉત્રાણ પોલીસ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 27 વર્ષીય સંદીપ પ્રવીણભાઈ ગોટી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.

ગોટીએ 2024માં પણ સગીરાનો હાથ પકડી ગંદા ઇશારા કર્યા હતા આરોપી સંદીપ ગોટી મે 2024માં પણ રસ્તે જતી એક 17 વર્ષની સગીરાની આ જ પ્રકારે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વેડરોડ વિસ્તારમાં 17 વર્ષીય તરુણીની છેડતીની ઘટના બની હતી. તરુણી મંદિરમાં સેવા આપવા જતી હતી. આ દરમિયાન રસ્તામાં એક વ્યક્તિએ બાઈકનું પેટ્રોલ લીક થાય છે તેમ કહી બાઈકનું સ્ટિયરિગ પકડવા તરુણીને અટકાવી હતી. બાઈકચાલકે તરૂણીનો હાથ પકડીને ગંદા ઈશારા કર્યા હતા. એટલું જ નહીં આરોપી પેન્ટનું બટન ખોલવા જતો હતો, એ જોઈને તરુણી ત્યાંથી ભાગી ગયી હતી.

ચાર કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો જોવા મળ્યો આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે જે વિસ્તારમાં બનાવ બન્યો ત્યાંના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા, તેમાં આરોપી ચાર કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો હતો. મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડ્યો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની પણ છેડતી કરી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી 200 થી વધુ સીસીટીવી કેમેરા તપસ્યા હતા. આખરે આરોપી સંદીપ પ્રવીણભાઈ ગોટીને ઝડપી પાડ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!