Uncategorized

SBI, ICICI કે HDFC કઈ બેંકમાં ફિક્સ ડિપોઝીટ પર મળી રહ્યું છે સૌથી વધારે વ્યાજ?

મે 2026માં ભારતની મોટી બેંકો જેમ કે, State Bank of India, HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank અને YES Bank અલગ-અલગ FD પર આકર્ષક વ્યાજ આપી રહી છે. ખાસ વાત એ છે કે કેટલીક બેંકોમાં સિનિયર સિટીઝનને 7.75% સુધી વ્યાજ મળી શકે છે.

નવી દિલ્હીઃ જો તમે એવા રોકાણની શોધમાં હોવ જ્યાં તમને ગેરેન્ટેડ રિટર્ન મળે અને રૂપિયા પણ સુરક્ષિત રહે તો તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે ફિક્સ ડિપોઝીટ. જો કે, હાલના સમયમાં ઘણી બેંકોને FD પર અલગ-અલગ વ્યાજ દર પ્રદાન કરી રહી છે. તમારે વધારે રિટર્ન જોઈતું હોય તો કઈ બેંકમાં FD કરાવવી? આવો વિગતમાં જાણીએ.

મે 2026માં ભારતની મોટી બેંકો જેમ કે, State Bank of India, HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank અને YES Bank અલગ-અલગ FD પર આકર્ષક વ્યાજ આપી રહી છે. ખાસ વાત એ છે કે કેટલીક બેંકોમાં સિનિયર સિટીઝનને 7.75% સુધી વ્યાજ મળી શકે છે. હવે આને સરળ ભાષામાં સમજીએ. FD એટલે કે તમે બેંકમાં નક્કી રકમ થોડા મહિના કે વર્ષ માટે જમા કરો છો અને તેના બદલામાં નક્કી વ્યાજ મળે છે. આ વ્યાજ બચત ખાતા કરતાં વધારે હોય છે.

SBI (ભારતની સૌથી વિશ્વસનીય સરકારી બેંક)

State Bank of India (SBI) પોતાની Fixed Deposit (FD) પર અલગ-અલગ સમયગાળા પ્રમાણે વ્યાજ આપે છે.
– 7 થી 45 દિવસ માટે: સામાન્ય ગ્રાહકોને 3.05% અને સિનિયર સિટીઝનને 3.55%, – 46 થી 179 દિવસ: 4.90% અને 5.40%,
– 180 થી 210 દિવસ: 5.65% અને 6.15%
– 211 દિવસથી 1 વર્ષથી ઓછા: 5.90% અને 6.40%
– 1 વર્ષથી 2 વર્ષ: 6.25% અને સિનિયર સિટિઝનને 6.75%
– 2 થી 3 વર્ષ: 6.45% અને 6.95%
– 3 થી 5 વર્ષ: 6.30% અને 6.80%
– 5 થી 10 વર્ષ: 6.05% અને સિનિયર સિટિઝનને 7.05% (Source: SBI official website, 15 July 2025 rates)

advertisement

HDFC Bank

HDFC Bank પણ FD પર અલગ-અલગ સમયગાળા પ્રમાણે વ્યાજ આપે છે.
– 7 થી 14 દિવસ અથવા 15 થી 29 દિવસ: 2.75% અને સિનિયર સિટિઝનને 3.25%
– 30 થી 45 દિવસ: 3.25% અને 3.75%
– 46 થી 90 દિવસ અથવા 6 મહિના: 4.25% અને 4.75%
– 6 મહિના થી 1 વર્ષ: 5.50% થી 6.25%

advertisement

– 1 થી 2 વર્ષ: 6.25% થી 6.95%
– 2 થી 3 વર્ષ: 6.45% થી 6.95%
– 3 થી 5 વર્ષ: 6.40% થી 7.00%
– 5 થી 10 વર્ષ: 6.15% અને સિનિયર સિટિઝનને 6.65% (Source: HDFC Bank official website, 6 March 2026 rates)

Kotak Mahindra Bank

Kotak Mahindra Bank પણ FD પર અલગ-અલગ સમયગાળા પ્રમાણે વ્યાજ આપે છે.

advertisement

– 7 થી 14 દિવસ અથવા 15 થી 30 દિવસ: 2.75% અને 3.25%
– 31 થી 45 દિવસ: 3.00% અને 3.50%
– 46 થી 90 દિવસ: 3.50% અને 4.00%
– 91 થી 179 દિવસ: 4.25% અને 4.75%
– 180 દિવસ: 5.25% અને 5.75%
– 181 થી 270 દિવસ: 5.50% થી 6.00%

advertisement

– 271 થી 364 દિવસ: 6.00% થી 6.50%
– 1 વર્ષ થી 15 મહિના: 6.50% અને 7.00%
– 15 મહિના થી 3 વર્ષ: 6.70% થી 7.30%
– 3 થી 5 વર્ષ: 6.40% થી 6.90%
– 5 થી 10 વર્ષ: 6.25% અને સિનિયર સિટિઝનને 6.75% (Source: Kotak Mahindra Bank official website, 22 April 2026 rates)

ICICI Bank

ICICI Bank પણ FD પર અલગ-અલગ સમયગાળા પ્રમાણે વ્યાજ આપે છે.
– 7 થી 45 દિવસ: 2.75% અને 3.25%
– 46 થી 90 દિવસ: 4.00% અને 4.50%
– 91 થી 184 દિવસ: 4.50% અને 5.00%
– 185 દિવસ થી 1 વર્ષ: 5.50% અને 6.00%
– 1 વર્ષ થી 18 મહિના: 6.25% અને 6.75%
– 18 મહિના થી 2 વર્ષ: 6.30% અને 6.80%
– 2 થી 3 વર્ષ: 6.45% અને 6.95%
– 3 થી 5 વર્ષ: 6.50% અને 7.10%
– 5 થી 10 વર્ષ: 6.50% અને સિનિયર સિટિઝનને 7.00%
– Tax Saving FD: સિનિયર સિટિઝનને 7.10% (Source: ICICI Bank official website, 4 May 2026 rates)
YES Bank (સૌથી વધુ વ્યાજ આપનારી બેંક)
YES Bank FD પર સૌથી વધુ વ્યાજ આપે છે.
– 7 થી 14 દિવસ: 3.25% અને 3.75%
– 15 થી 45 દિવસ: 3.50% અને 4.00%
– 46 થી 90 દિવસ: 4.50% અને 5.00%
– 91 થી 180 દિવસ: 4.75% અને 5.25%
– 181 થી 271 દિવસ: 6.00% અને 6.50%
– 272 દિવસ થી 1 વર્ષ: 6.25% થી 7.00%
– 1 વર્ષ: 6.65% અને 7.15%
– 12 થી 18 મહિના: 6.75% અને 7.25%
– 18 મહિના થી 2 વર્ષ: 7.00% અને 7.50%
– 2 થી 3 વર્ષ: 7.00% થી 7.50%
– 3 થી 5 વર્ષ: સિનિયર સિટિઝનને સૌથી વધુ 7.75%
– 5 થી 10 વર્ષ: 6.75% થી 7.50%
જો તમે FDમાં પૈસા લગાવવાનો વિચાર કરો છો, તો ધ્યાન રાખો કે દરેક બેંકની વ્યાજ દર સમય-સમય પર બદલાય છે. એટલે કે, રોકાણ કરતા પહેલા બેંકની ઓફિશિયલ વેબસાઈટ ચેક કરવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!