Uncategorized
Trending

અડધી રાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચીસોથી ગુંજી ઊઠ્યો, ભયાનક અકસ્માતથી બસમાં આગ લાગતા 7 લોકોના મોત, 22 ઘાયલ

 આ ઘટના ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે બસ ઋષિકેશથી મધ્યપ્રદેશના ઇન્દોર જઈ રહી હતી. અકસ્માત બાદ આગ ફાટી નીકળતા 7 લોકોના મોત થયા હતા જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 રાજસ્થાનના દૌસા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક સ્લીપર બસ ટ્રેલર સાથે અથડાઈ અને પછી આગ લાગી જતાં તેમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના મોત થયા અને 22 અન્ય ઘાયલ થયા.
આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી જ્યારે બસ ઋષિકેશથી મધ્યપ્રદેશના ઇન્દોર જઈ રહી હતી. વાહન પહેલા એક ટ્રેલર (એક મોટા ટ્રક) સાથે અથડાયું, અને પછી બંને વાહનોમાં આગ લાગી.
અકસ્માતના પ્રાપ્ત વીડિયો અને દ્રશ્યોમાં બસ ભયાનક આગની લપેટમાં જોવા મળ્યા હતા જ્યારે મુસાફરો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. જે ખૂબ જ ભયાનક હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની તિવ્રતાના કારણે ઉપરની બર્થના મુસાફરો જમીન પર ફેંકાઈ ગયા હતા. જ્યારે 5 મુસાફરોનું દાઝી જવાથી મોત થયું હતું, ત્યારે 2નું માથામાં ઈજા થવાથી મોત થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા મોટાભાગના મુસાફરો ઘટના સમયે સૂઈ રહ્યા હતા.આગ બુઝાવવા અને લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેટના અધિકારીઓએ પ્રયાસ કર્યા હતા.ઘાયલ થયેલા તમામ લોકો, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમને સારવાર માટે દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસને શંકા છે કે બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયું હશે. બસની વધુ ઝડપને પણ સંભવિત પરિબળ તરીકે ગણવામાં આવી રહી છે.
સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે બચાવ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે મોડા પહોંચ્યા હતા, જેના કારણે વધુ મૃત્યુ થયા હતા. તેમના મતે, બસમાં ફસાયેલા મુસાફરોને આગ લાગ્યાના લગભગ 1 કલાક પછી બચાવવામાં આવ્યા હતા.
વધુમાં, સ્થાનિકોએ દાવો કર્યો હતો કે બસનો સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ સિગારેટના પેકેટથી ભરેલો હતો – જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અકસ્માતનું કારણ શોધી રહ્યું છે અને ઘાયલોની ઓળખ કરી રહ્યું છે, તેમ જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!