Uncategorized
Trending
1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના 5 મોટા નિયમ, બુકિંગ કરતા પહેલા જાણવા જરૂરી

જો તમારા ઘરમાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોય અથવા તમે નવું ગેસ કનેક્શન લેવા કે સિલિન્ડર બુક કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ નવા નિયમોની જાણકારી હોવી જરૂરી છે.
નવી દિલ્હીઃ 1 જુલાઈથી કેટલાક ફાઇનાન્સિયલ નિયમોમાં ફેરફાર લાગુ થઈ ગયા છે, જેની અસર સામાન્ય લોકોના રોજબરોજના જીવન પર પડશે. આ ફેરફારોમાં LPG સાથે જોડાયેલા નવા નિયમો પણ સામેલ છે. સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડેન, ભારત ગેસ અને HP ગેસ સિલિન્ડર બુકિંગ, ડિલિવરી પ્રોસેસ અને પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) સાથે જોડાયેલા કેટલાક ફેરફારો લાગુ કરશે. આનો ઉદ્દેશ્ય લોકોને ગેસ સંબંધિત વધુ સારી અને વધુ ટ્રાન્સપરન્ટ સર્વિસિઝ આપવાનો છે.

જો તમારા ઘરમાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોય અથવા તમે નવું ગેસ કનેક્શન લેવા કે સિલિન્ડર બુક કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ નવા નિયમોની જાણકારી હોવી જરૂરી છે. 1 જુલાઈથી થયેલા ફેરફાર સાથે જોડાયેલા નિયમોની સીધી અસર સિલિન્ડરના બુકિંગ, ડિલિવરી અને અન્ય સંબંધિત સર્વિસીસ પર પડી શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ અસુવિધાથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે, 1 જુલાઈથી એલપીજી સાથે જોડાયેલા કયા-કયા નવા નિયમો લાગુ થઈ ગયા છે.

OTP વેરિફિકેશનની જરૂરિયાત- જો તમે એલપીજી સિલિન્ડર લેવા જઈ રહ્યા છો તો તમારે ઓટીપી (OTP) વેરિફિકેશન કરાવવું જરૂરી છે. સિલિન્ડરની બુકિંગ પછી ગ્રાહકને પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મળશે. એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે આ OTP ડિલિવરી એજન્ટને જણાવવો પડશે. જો તમને બુકિંગની રિસિપ્ટ નથી મળતી તો પણ સિલિન્ડર માત્ર સાચા OTP વેરિફિકેશન પછી જ મળી જશે. આનાથી ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી પર બ્રેક વાગશે.

e-KYC નહીં કરાવો તો એલપીજી સબસિડી નહીં મળે- 1 જુલાઈથી એલપીજી સબસિડી સાથે જોડાયેલો એક મહત્વનો ફેરફાર લાગુ થઈ ગયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે e-KYC કરાવવું અનિવાર્ય (ફરજિયાત) કરવામાં આવ્યું હતું. જે ગ્રાહકોએ નક્કી કરેલી ડેડલાઇન એટલે કે, 30 જૂન 2026 સુધીમાં પોતાની e-KYC પ્રોસેસ પૂરી નથી કરી, તેમની સબસિડી પર અસર થશે. જણાવી દઈએ કે, સબસિડીની રકમ ગ્રાહકના e-KYC સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો તમારા ખાતામાં મળનારી એલપીજી સબસિડી અટકી શકે છે. પહેલા એલપીજી સિલિન્ડર પર સરકાર વાર્ષિક 9 સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપતી હતી. મિડલ ઈસ્ટ ટેન્શન (મધ્ય પૂર્વમાં તણાવ)ના કારણે સરકારે આમાં ફેરફાર કર્યો છે અને જૂન 2026થી માત્ર 4 સિલિન્ડર જ આપવાની જાહેરાત કરી છે.

ગેસ કનેક્શન સાથે જોડાયેલો નિયમ- પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એવા ઘણા પરિવારો જેમના ઘરે PNG કનેક્શન છે અને તેમ છતાં એલપીજી સિલિન્ડર બુક કરે છે, તો આવી સ્થિતિમાં આ ગ્રાહકોએ પીએનજી કનેક્શન એક્ટિવ કરવા પડશે અને તેમણે 30 દિવસની અંદર જ પોતાના એલપીજી સિલિન્ડર જમા કરાવવાના રહેશે. તેના બદલામાં તેમને એક ટ્રાન્સફર વાઉચર પણ મળશે. જો તેઓ પછીથી કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ થાય છે જ્યાં એલપીજી નથી, તો આ વાઉચરનો ઉપયોગ કરીને તેઓ ફરીથી એલપીજી કનેક્શન મેળવી શકે છે.

ગેસનું બિલ ન ચૂકવવા પરનો નિયમ- જો કોઈ ગ્રાહક પીએનજી કનેક્શન હોવા છતાં 2 મહિના સુધી બિલ નથી ચૂકવતો, તો તેનું કનેક્શન કાપી શકાય છે. નિયમો અનુસાર, બિલ જમા થયા પછી જ ફરીથી કનેક્શન શરૂ કરવામાં આવશે. આ સિવાય જો તમારી પીએનજીની પાઇપલાઇનમાં કોઈ સમસ્યા થાય છે અથવા તો કોઈ જાણીજોઈને વાલ્વ તોડે છે, તો ગ્રાહકે પોતે જ તેના પૈસા ચૂકવવા
પડશે.

એલપીજી સિલિન્ડરની ડિલિવરી પ્રક્રિયામાં ફેરફાર- એલપીજી ગેસ સિલિન્ડર મળ્યા પછી હવે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ એટલે કે DAC ગેસ એજન્ટને આપવો પડશે. ઓટીપીની જેમ જ આ DAC પણ વેરિફિકેશન માટે હશે, પછી જ તમારી ગેસ ડિલિવરીને પૂર્ણ માનવામાં આવશે. ગ્રાહકને એ પણ જાણ કરવામાં આવી છે કે, તેઓ કોઈને પણ DAC કોડની માહિતી ન આપે. ડિલિવરી પૂરી થયા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કેશ મેમો આવશે જેમાં ગેસ સિલિન્ડર સાથે જોડાયેલી ચુકવણી (પેમેન્ટ), ડિલિવરી ડેટ અને અન્ય માહિતી પણ હશે.



