Uncategorized
Trending

Surat Rain: ડાયમંડ સિટી બન્યું ‘વોટર સિટી’! ભારે વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર

ધોધમાર વરસતા વરસાદને કારણે ડાયમંડ સિટી વોટર સિટી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાંથી પસાર થતી ચાર ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે. આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ 12 લોકોનાં મોત નીપજ્યા છે.

Surat Rain: સુરત શહેર સહિત જિલ્લામાં થોડા દિવસથી વરસાદ ધુંઆધાર બેટિંગ કરી રહ્યો છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ડાયમંડ સિટી વોટર સિટી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાંથી પસાર થતી ચાર ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે. આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ 12 લોકોનાં મોત નીપજ્યા છે. તો બીજી બાજુ વેસુ વિસ્તારમાં આવેલા ડ્રીમ હેરિટેજ બિલ્ડીંગની સેફ્ટી વોલ ધરાશાઈ થઈ છે. સાથે શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વર કૃપા રોડ પર ધૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે લોકો પાણીમાં પલળીને નોકરી ધંધા પર જવા મજબૂર બન્યા છે.
Surat rain update
સુરતમાં ભારે વરસાદ વચ્ચે જનતાની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર વાબાંગ જામીર તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીસીટીવી કંટ્રોલ રૂમથી શહેરના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. શહેરના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
Surat rain update
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વર કૃપા રોડ પરના દ્રશ્યો તો ચિંતા કરાવે તેવા છે. આ આખા રસ્તા પર ગોઠણ સમા પાણી ભરાયા છે. (વરાછા વિસ્તારની તસવીર)
Surat rain update
જેના કારણે રાહદારીઓ પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે. આ પાણી ભરાવવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. (વરાછા વિસ્તારની તસવીર)
Surat rain update
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડીંગની સેફ્ટી વોલ ધરાસાઈ થઈ ગઈ છે. ડ્રીમ હેરિટેજની બાજુમાં નિર્માણધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના બિલ્ડરની ભૂલના કારણે ડ્રીમ હેરિટેજ બિલ્ડીંગની સેફટી વોલ ધરાસાઈ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટમાં બિલ્ડરે સેફટી વોલનું બાંધકામ વ્યવસ્થિત ન કરતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. જેના કારણે વેસુની ડ્રીમ હેરિટેજ બિલ્ડીંગ ખતરામાં મુકાઈ છે. માટી ધસી જતા સેફ્ટી વોલ ધરાશાયી થતા ડ્રીમ હેરિટેજમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે.
Surat rain update
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 12 લોકોનાં મોત નીપજ્યા છે. સુરત શહેરમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે. જેમાં કરંટ લાગવાથી 4 લોકોના, ઝાડ પડવાથી બે લોકોના, ડૂબી જવાથી બે લોકોના મોત નીપજ્યાનું સામે આવ્યું છે. શહેરના લિંબાયત, માનદરવાજામાં કરંટ લાગવાથી અને વૃક્ષ પડવાથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે.
Surat rain update
શહેરના અનેક વિસ્તારોમાં 11 ઇંચથી લઈને 19 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સરથાણા વિસ્તારમાં 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
Surat rain update
ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો. આજે પણ સુરત અને ઉપરવાસમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.
Surat rain update
ફોસ્ટા દ્વારા શહેરની કાપડ માર્કેટ પણ 8 જુલાઈએ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી ભરાયેલા છે કે, કેટલીક જગ્યાઓ પર તો વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી. જેના કારણે 7 જુલાઈએ સિટી, BRTS અને એસટી બસના પૈડા થંભી ગયા હતા. આજે સવારથી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!