Uncategorized
Trending
બેરોજગાર છોકરી નકલી IAS બની ગઈ, ફેસબુક પર છોકરાને પટાવી લગ્ન કર્યા, પછી 40 લાખ માગી ધમકી આપવા લાગી

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફેસબુક પર પહેલા ખુદને આઈએએસ અધિકારી ગણાવી મહિલાએ પહેલા તો લગ્ન કર્યા અને પછી 40 લાખ રૂપિયાની માગ કરી ધમકી આપવા લાગી. પોલીસ તપાસમાં મહિલા આઈએએસ અધિકારી હોવાનો દાવો પણ ખોટો નીકળ્યો. ત્યાર બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી, તેને જેલમાં મોકલી દીધી છે.
આ ઘટના બરેલીના ફરીદપુર વિસ્તારની હોવાનું કહેવાય છે. જ્યાં રહેતા અભિષેક નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી કે લગભગ એક મહિના પહેલા તેના લગ્ન સાધના નામની મહિલા સાથે થયા હતા. લગ્ન પહેલા મહિલાએ ખુદને આઈએએસ અધિકારી ગણાવી હતી અને કહ્યું હતું કે તેનો એક કેસ કોર્ટમાં વિચારાધીન છે. યુવક તેની વાત પર વિશ્વાસ કરી લગ્ન માટે તૈયાર થઈ ગયો.

આઈએએસ અધિકારી હોવાનો દાવો ખોટો નીકળ્યો: અભિષેકનો આરોપ છે કે લગ્ન બાદ સાધનાએ તેની પાસે 40 લાખ રૂપિયાની માગ કરી. રૂપિયા નહીં આપવા પર ખોટા કેસમાં ફસાવાની, આખા પરિવારને બરબાદ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. પીડિતે મહિલા પર હત્યાના પ્રયાસનો પણ આરોપ લગાવ્યો છે.

પીડિતની ફરિયાદ બાદ ફરીદપુર પોલીસે કેસ નોંધી આ મામલાની તપાસ શરુ કરી દીધી છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, સાધના કોઈ પણ સરકારી સેવામાં નથી અને તેનો આઈએએસ અધિકારી બતાવવાનો દાવો પણ ખોટો છે. પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે બદાયૂં જિલ્લાના બિલ્સી વિસ્તારના ગામ સતેતીની રહેવાસી આરોપી સાધનાની ધરપકડ કરી લીધી છે.

મામલાની તપાસમાં લાગી પોલીસ: આ મામલા પર એસપી ગ્રામિણ અંશિકા વર્માએ જણાવ્યું કે, ફરિયાદના આધાર પર ફરીદપુરમાં કેસ નંબર 479/26 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસમાં મહિલા આઈએએસ અધિકારી હોવાનો દાવો ખોટો નીકળ્યો છે. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને જેલમાં મોકલવામાં આવી છે. આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે.



