Uncategorized
Trending

વડોદરા પોલીસની કુખ્યાત સિંધી ગેંગના મુખ્ય સૂત્રધાર હેરી સિંધી સહિત 9 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 4ની ધરપકડ

વડોદરા પોલીસે કુખ્યાત હેરી સિંધી સહિત 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ખંડણી, મારપીટ અને ગેરકાયદે દારૂના ગુનાઓમાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી ચાલુ છે.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વોને ડામી દેવા માટે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વારસિયા વિસ્તારમાં લાંબા સમયથી દાદાગીરી, ખંડણી, મારપીટ અને ગેરકાયદે દારૂની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ આચરતી કુખ્યાત સિંધી ગેંગના મુખ્ય સૂત્રધાર હેરી સિંધી સહિત 9 શખ્સો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કડક ગુનો નોંધ્યો છે.

ગુના આચરતી ગેંગ પર સકંજો કસવા પોલીસે દરોડા પાડ્યા

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગ પર સકંજો કસવા માટે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત નામના ચાર મુખ્ય સાગરીતોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર હેરી સિંધી અને તેના અન્ય પાંચ ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

વર્ચસ્વની હોડમાં આ મિત્રતા કટ્ટર દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી

પોલીસ તપાસમાં સામે આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, એક સમયે અલ્પૂ સિંધી અને હેરી સિંધી વચ્ચે ગાઢ મિત્રતા હતી. પરંતુ વડોદરાના ગુનાહિત સામ્રાજ્ય અને વિસ્તારો પર પોતાના વર્ચસ્વની હોડમાં આ મિત્રતા કટ્ટર દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ શહેરમાં ખંડણી, મારપીટ અને ગેંગવોર જેવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું હતું. આ ગેંગ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડીને આખું નેટવર્ક ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજસીટોક હેઠળ 4 આરોપીઓની ધરપકડ

ઝોન-4 ડીસીપી એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ રોળવાનો પ્રયાસ કરનાર કે ગુંડાતત્વોની દાદાગીરી ચલાવનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. વડોદરા પોલીસે એકપછી એક કુખ્યાત ગેંગો પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે શહેરમાં ગુનાખોરી સાંખી લેવાશે નહીં. ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના આરોપીઓ પણ ટૂંક સમયમાં પોલીસના શિકંજામાં હશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!