Uncategorized

ગુજરાત એટીએસે 2 યુવકોની કરી ધરપકડ, દેશમાં આતંક ફેલાવવાનું કરી રહ્યા હતા પ્લાનિંગ

એટીએસની ગિરફતમાં આવેલા આ બન્ને યુવકો ઈરફાન ખાન પઠાણ અને મુર્શિદ શેખ છે. ઈરફાન મૂળ પાટણનો રહેવાસી છે અને એએમસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. ત્યારે મુર્શિદ મૂળ બિહારનો છે અને મુંબઈમાં નોકરી કરે છે.

News18
અમદાવાદ: ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે. એટીએસે ગુજરાત અને મુંબઈથી બે યુવકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવાની કટ્ટરપંથી વિચારધારા બન્ને યુવકો ધરાવતા હતા. આ લોકો આઈએસઆઈએસ સહિત અન્ય કટ્ટર ઇસ્લામિક માનસિકતા ધરાવતા લોકો સાથે સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી છે.
એટીએસની ગિરફતમાં આવેલા આ બન્ને યુવકો ઈરફાન ખાન પઠાણ અને મુર્શિદ શેખ છે. ઈરફાન મૂળ પાટણનો રહેવાસી છે અને એએમસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. ત્યારે મુર્શિદ મૂળ બિહારનો છે અને મુંબઈમાં નોકરી કરે છે. એટીએસએ માહિતીના આધારે પહેલા ઈરફાનની ધરપકડ કરી ત્યાર બાદ તપાસમાં અન્ય આરોપીને મુંબઈથી પકડી પાડેલ છે. આ લોકો ગઝવા એ હિંદ સ્થાપિત કરવાના ઇરાદા સાથે સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાયા હતા.
આ લોકોના ટાર્ગેટ ઉપર રાજકીય નેતા, આરએસએસ સાથે સંકળાયેલા લોકો હતા. આ બન્ને દેશમાં કઈ રીતે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ, આરડીએક્સ બોમ્બ બનાવવા સાથે અન્ય બોમ્બ કઈ રીતે બનાવી શકાય તે માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી હથિયાર કઈ રીતે દેશમાં ઘુસાડી શકાય તેની ચર્ચા અને પ્લાનિંગ ગ્રુપમાં કરી રહ્યા હતા. નોંધનીય છે કે, બન્નેના મોબાઇલમાં વાંધાજનક સાહિત્યો પણ મળી આવ્યા છે અને વધુ તપાસ માટે મોબાઇલ એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ બન્ને 11 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે અને તપાસમાં મોટા ખુલાસા થઈ શકે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!