Uncategorized
1 વર્ષમાં 5થી વધુ ટ્રાફિક ચલણ ફાટશે તો ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ, વાંધો ઉઠાવવા અને દંડ ભરવા માટેની શું છે સમયમર્યાદા? જાણો A to Z

જો હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ગયા સમજો. કારણ કે, વાહનચાલકો માટે નિયમો હવે વધારે કડક થઈ રહ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં 5થી વધુ વખત ઈ-ચલણ ફાટશે તો વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થઈ જશે. આ ઉપરાંત, વાહનચાલકો સમયસર દંડ નહીં ભરે તો શું-શું કાર્યવાહી થશે? આવો જાણીએ…
<img src=”data:;base64,” alt=”” aria-hidden=”true” />ઇ-ચલણ સામે વાંધો ઉઠાવવા અને દંડ ભરવા માટેની શું છે નવી સમયમર્યાદા?
નવા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે ઇ-ચલણને પડકારવા અથવા તેની સામે ફરિયાદ નોંધાવવા માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે, જે નીચે મુજબ છે…
- વાંધો ઉઠાવવા માટે 45 દિવસ: વાહન માલિક અથવા ડ્રાઇવર પાસે ઇ-ચલણ ઇશ્યૂ થયાની તારીખથી 45 દિવસનો સમય રહેશે, જે દરમિયાન તેઓ ચલણ સામે વાંધો કે ફરિયાદ નોંધાવી શકશે.
- ચલણનો સ્વીકાર: જો આ 45 દિવસની અંદર કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક કે ડ્રાઇવરે તે ચલણ સ્વીકારી લીધું છે.
- દંડ ભરવા માટે 30 દિવસ: ચલણ સ્વીકારાયા બાદ બાકી રહેતો દંડ આગામી 30 દિવસની અંદર ભરી દેવો ફરજિયાત રહેશે.
દંડ ન ભરવા પર વાહન થઈ જશે બ્લોક: Vahan પોર્ટલ પર નવો નિયમ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો નક્કી કરેલી સમયમર્યાદામાં ચલણની રકમ ચૂકવવામાં નહીં આવે, તો તેના નીચે પ્રમાણેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
- ‘Not to be Transacted’ સ્ટેટસ: સમયસર દંડ ન ભરવા પર તે વાહનને સરકારી Vahan પોર્ટલ પર “Not to be Transacted” (કોઈપણ વ્યવહાર ન કરવો) તરીકે માર્ક કરી દેવામાં આવશે.
- સરકારી સેવાઓ બંધ: એકવાર વાહન આ સ્ટેટસ હેઠળ આવી ગયા પછી, જ્યાં સુધી તમામ બાકી નીકળતો દંડ ભરીને ક્લિયરન્સ મેળવવામાં નહીં આવે, ત્યાં સુધી તે વાહનને લગતી કોઈપણ વહીવટી સેવાઓ (જેમ કે ફિટનેસ સર્ટિફિકેટ, ટ્રાન્સફર વગેરે) પ્રોસેસ કરવામાં આવશે નહીં.
અધિકારીઓની લોકોને અપીલ
સત્તાવાળાઓએ નાગરિકોને કોઈપણ કાનૂની ગૂંચવણો, વાહનને લગતી સેવાઓ બ્લોક થવા અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે પોતાના તમામ બાકી ઇ-ચલણ વિલંબ વગર ભરી દેવા વિનંતી કરી છે.



