Uncategorized

19 રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, ગુજરાતનું હવામાન કેવું રહેશે? જાણો latest Update

હવામાન

ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી.
અમદાવાદ: ગુજરાત હોય કે દેશ, હવામાન ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનો ડર સતાવી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ની તાજી ચેતવણી દર્શાવે છે કે, આગામી 24થી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, 19 રાજ્યોમાં હવામાન અચાનક જોખમી સ્વરૂપ લઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, માત્ર વરસાદ જ નહીં, આંધી વંટોળ, વીજળી પડવી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ નાજુક માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેજ પવન અને કરા પડવાને લીધે પાકને નુકસાન થઈ શકે છે. આ વખતે ચોમાસાની ગતિ ઘણી રસપ્રદ અને થોડી ચિંતાજનક પણ લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી જોઈએ.
 ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, દક્ષિણ અને પૂર્વ ભારતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ગરમી હજુ પણ પોતાનો પ્રભાવ બતાવી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ વધવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, દક્ષિણ અને પૂર્વ ભારતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ગરમી હજુ પણ પોતાનો પ્રભાવ બતાવી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ વધવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે.
આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પવન)ના કારણે ભારે વાવાઝોડા જેવી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (જમીન ધસી પડવી) અને વાદળ ફાટવા જેવી આશંકાઓએ તંત્રની ચિંતા વધારી દીધી છે.
ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં 21મી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી તારીખથી વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.
પછી શરૂ થાય છે ભારે વરસાદ, જેને '4 ઓ ક્લોક રેન' કહે છે. આ વરસાદની ખાસિયત એ છે કે તે ખૂબ જ તેજ હોય છે અને સાથે વાદળોની ગર્જના અને વીજળી ચમકવી સામાન્ય વાત છે. લગભગ 1-2 કલાક સુધી ભારે વરસાદ પછી સાંજ પડતાં જ હવામાન ફરીથી એકદમ સાફ થઈ જાય છે.
હવામાન વિભાગે ચોમાસા અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું 15મી જૂન, 2026ના રોજ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના બાકીના ભાગોમાં તેમજ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય રેખા (Northern Limit of Monsoon) 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફૂલબની, રાંચી, જમુઈ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થઈ રહી છે. આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં નૈઋત્યના ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!