Uncategorized
Trending

સુરતમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખના સોના-હીરાની ચોરી, CCTVમાં કેદ થઈ ચોરી

સુરતના ભવાનીવડ મેઇન રોડ પર સાંધા જ્વેલ્સમાં બંગાળી કારીગર 30 સેકન્ડમાં 30 લાખના સોના હીરા લઈને ફરાર થઈ જતા આખા સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.

સુરત: શહેરમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાનું સોનું અને હીરાની ચોરીની ઘટના સામે આવી છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો, ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસમાં કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મહીધરપુરા પોલીસે બંગાળી કારીગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

‘સાંધા જ્વેલ્સ’ થઈ ચોરી

મળતી માહિતી પ્રમાણે, શહેરના ભવાનીવડ મેઇન રોડ પર આવેલા ‘સાંધા જ્વેલ્સ’ નામના કારખાનામાં રોજની જેમ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન દુકાનનો મેનેજર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો. આ લાગ જોઈને ત્યાં કામ કરતા એક બંગાળી કારીગરે 30 લાખના સોના અને હીરાની ચોરી કરી લીધી હતી.

માલમાં ઘટ્ટ આતા મેનેજરે સીસીટીવી તપાસ્યાં

કારખાનાના માલિકે જ્યારે કિંમતી મટિરિયલનો હિસાબ ચેક કર્યો ત્યારે સોના અને હીરાના જથ્થામાં ઘટ જોવા મળી હતી. જેથી દુકાનના મેનેજરે તાત્કાલિક ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, સીસીટીવી ફૂટેજમાં આરોપી કારીગર અત્યંત ચાલાકીપૂર્વક ટેબલ પર પડેલા સોના અને હીરાને માત્ર 30 સેકન્ડમાં પોતાના ખિસ્સામાં મૂકતો અને ત્યાંથી નીકળી જતો સ્પષ્ટ જોવા મળે છે. ચોરીની સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે વર્કશોપમાં હાજર અન્ય કારીગરોને પણ તેની જાણ થઈ નહોતી.

પોલીસે તપાસ તેજ કરી

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરીની માહિતી મળતા જ મહીધરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે 30.42 લાખની ચોરીનો ગુનો નોંધી આરોપી કારીગરના વતન પશ્ચિમ બંગાળના સરનામા અને તેના લોકલ નેટવર્કની તપાસ શરૂ કરી છે. સુરતના જ્વેલરી માર્કેટમાંથી ચોરી કરીને બંગાળી કારીગરો ટ્રેન મારફતે ભાગી જતા હોવાના ભૂતકાળના કિસ્સાઓને ધ્યાને રાખીને પોલીસે સુરત રેલવે સ્ટેશન, બસ ડેપો અને હાઈવે પર વોચ ગોઠવી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!