Uncategorized
Trending

અમદાવાદમાં ભૂકંપ: વહેલી સવારે 4.39 વાગ્યે 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

અમદાવાદમાં આજે 30મી જુલાઈએ વહેલી સવારે 4.39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જેનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કીમી દૂર અને જમીનમાં 20 કીમીની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: આજે ગુરુવારે વહેલી સવારે નાના એવા ભૂકંપના આંચકાથી અમદાવાદ શહેરની ધરા ધ્રૂજી ઉઠી હોવાની માહિતી સામે આવી રહી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ અમદાવાદમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનો માહિતી સામે આવતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, આજે 30મી જુલાઈએ અમદાવાદમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ છે. વહેલી સવારે 4.39એ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જેનું કેન્દ્ર બિંદુ અમદાવાદથી 29 કીમી દૂર અને જમીનમાં 20 કીમીની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે 4.39 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો છે.
નોંધનીય છે કે, આજે ગુરુવારે સવારે 2:37 વાગ્યે મહારાષ્ટ્રના નાસિકમાં પણ 3.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, નાસિકમાં ભૂકંપનું કેન્દ્ર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકાને કારણે રહેવાસીઓ તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. આ અગાઉ મંગળવારે જાપાનમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપમાં 18 લોકો માર્યા ગયા હતા અને 62 ઘાયલ થયા હતા.
આ ઉપરાંત મળતી માહિતી મુજબ, 15 દિવસ અગાઉ ગત 16મી જુલાઈને ગુરુવારે અષાઢી બીજના કચ્છી લોકોના નવા વર્ષે કચ્છમાં ત્રણ મિનિટમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2:20 વાગ્યે ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો નોંધાયો હતો.બાદ બપોરે 2:23 વાગ્યે કચ્છના ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, ત્યારે આજે અમદાવાદમાં ભૂકંપ આવ્યાના સમાચાર ચર્ચામાં આવ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!