
મહેસાણાના બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં માટીમાં ફસાયેલી બોલેરો કાર બહાર કાઢતી વખતે અકસ્માત સર્જાયો. બે મહિલાના મોત થયા, એક બાળકી ગંભીર ઇજાગ્રસ્ત. ચાલક સામે ગુનો નોંધાયો.
મહેસાણા: બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. બોલેરો કાર ચાલકે ઘર આંગણે બેઠેલા બે વ્યક્તિઓને કચડી નાંખ્યા હતા. જેમાં બે મહિલાના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે એર નાની બાળકીને ગંભીર ફ્રેક્ચર થયું છે. આ ઘટના બાદ બોલેરો કારનો ચાલક દક્ષ સૈની ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બેચરાજી પોલીસ મથકે આરોપી ચાલક સામે ગુનો નોંધાયો છે. હાલ આ ફરાર ચાલકને શોધવાની કામગીરી ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, વૃંદાવન સોસાયટીના કોમન પ્લોટમાં બોલેરો કાર માટીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ચાલકે જોરથી એક્સિલરેટર આપતાં વાહન અચાનક કાબૂ બહાર થઈ ગયું હતું. ત્યારબાદ બોલેરો સીધી ઘર આંગણે ઘૂસી ગઈ અને ત્યાં બેઠેલા પરિવારજનોને અડફેટે લીધા હતા.

