Uncategorized
Trending
અમદાવાદમાં મુશળધાર વરસાદ, 1 વાગ્યા સુધી રેડ એલર્ટ; અનેક રસ્તા પર ટ્રાફિક જામ ને અંડરપાસ બંધ

અમદાવાદમાં 23 જુલાઈએ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. પશ્ચિમ અને ઉત્તર અમદાવાદના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો. ટ્રાફિક જામ થયો, પણ ગરમીમાંથી રાહત મળી.
અમદાવાદ: શહેરમાં આજે 23મી જુલાઈએ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના નહેરુ નગર, વેજલપુર, પ્રહલાદનગર, થલતેજ, સોલા, ભાડજ, ગોતા અને રાણીપ સહિતના પશ્ચિમ અને ઉત્તર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત આસપાસના રકનપુર અને સાંતેજ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા માહોલ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. ઓફિસ કે કામ ધંધે જવાના સમયે જ (પીક અવર) વરસાદ શરૂ થતા શહેરના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા વરસાદે અમદાવાદ વાસીઓને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત તો આપી છે પરંતુ ઘણી જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થતા અમદાવાદ વાસીઓ ભારે પરેશાન પણ બન્યા છે.


