Uncategorized
Trending

8560

US Plans Visa Revocation for 2 Lakh Outsiders: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી 2 લાખ વિદેશી નાગરિકોને બહાર કાઢવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં વિઝા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

US Plans Visa Revocation for 2 Lakh Outsiders: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર લગભગ 2 લાખ વિદેશી નાગરિકોના B1 અને B2 વિઝા રદ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં એવા લોકો સામેલ હોઈ શકે છે, જેમણે અમેરિકા પહોંચ્યા બાદ આશ્રય એટલે કે અસાઇલમ માટે અરજી કરી છે અથવા હાલમાં તેમની અસાઇલમ પ્રક્રિયા ચાલી રહી છે. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે છે, તો અમેરિકાના ઇતિહાસમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં વિઝા રદ કરવાની આ સૌથી મોટી કાર્યવાહી બની શકે છે. જોકે, તેને કોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા હજુ પણ છે.
APને મળેલા અમેરિકન વિદેશ વિભાગના દસ્તાવેજો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2016થી 2026 વચ્ચે જારી કરવામાં આવેલા એવા B1 અને B2 વિઝાની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના ધારકોએ અમેરિકામાં અસાઇલમ એટલે કે, રાજકીય આશ્રય માગ્યો છે. આ કાર્યવાહીમાં વિદેશ વિભાગની સાથે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ પણ સામેલ છે. જોકે, સરકાર તરફથી અત્યાર સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કેટલા વિઝા રદ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે, કારણ કે સમગ્ર પ્રક્રિયા અનેક તબક્કામાં થવાની છે.

કયા લોકોને અમેરિકાની બહાર કાઢવામાં આવી રહ્યા છે?

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું કે, સરકાર એવા લોકોની ઓળખ કરી રહી છે, જેઓ થોડા સમય માટે અમેરિકા આવવાનું કહીને દેશમાં પ્રવેશ્યા હતા, પરંતુ બાદમાં કાયમી ધોરણે રહેવા માટે અસાઇલમની અરજી કરી હતી. વિઝા રદ થવાનો અર્થ એ જરૂરી નથી કે સંબંધિત વ્યક્તિને તરત જ અમેરિકાની બહાર કાઢી મૂકવામાં આવશે. જે લોકોના અસાઇલમના કેસ પહેલેથી જ પેન્ડિંગ છે, તેમની સ્થિતિ અલગ રીતે નક્કી કરવામાં આવી શકે છે. તેઓ બિઝનેસ અથવા પ્રવાસી વિઝા ધારક તરીકે અમેરિકામાં નહીં રહી શકે.

કયા લોકો પાસે હોય છે B1-B2?

B1 વિઝા સામાન્ય રીતે વ્યવસાયિક પ્રવાસ માટે અને B2 વિઝા પ્રવાસન, પરિવારને મળવા અથવા સારવાર જેવા કામો માટે આપવામાં આવે છે. હાલમાં આ વિઝા માટે અરજી કરનારા લોકોએ એ સાબિત કરવું પડે છે કે તેમનો અમેરિકામાં કાયમી ધોરણે રહેવાનો ઇરાદો નથી અને તેઓ પોતાના દેશમાં પરત ફરશે. ટ્રમ્પ પહેલેથી જ આવા વિઝાને લઈને કડક વલણ ધરાવે છે. અરજદારો પાસેથી સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી માગવામાં આવી રહી છે અને કેટલાક કિસ્સાઓમાં મોંઘા બોન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણા દેશોના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા છે. છેલ્લા 18 મહિનામાં અમેરિકા લગભગ 1.75 લાખ વિઝા પહેલેથી જ રદ કરી ચૂક્યું છે. તેમાં ગુનાના આરોપી અથવા દોષિત લોકોની સાથે એવા કેટલાક લોકો પણ સામેલ છે, જેમણે અમેરિકાની નીતિઓ, ખાસ કરીને મધ્ય-પૂર્વ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જાહેરમાં ટીકા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!