Uncategorized
Trending

સુરતના ભૂવાએ યુવતીને હોટલમાં બોલાવી, ‘માતાજીનો પ્રસાદ’ ખવડાવ્યો, વારંવાર બનાવી હવસનો શિકાર

સુરત કતારગામની પીડિતાએ હિંમત ભેગી કરી પાખંડી નરેશ ચૌહાણનો અસલી ચહેરો દુનિયા સામે લાવવાનું નક્કી કર્યું. આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં લંપટ નરેશ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની કડક કલમો હેઠળ FIR નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરતના ભૂવાએ યુવતીને હોટલમાં બોલાવી, ‘માતાજીનો પ્રસાદ’ ખવડાવ્યો, વારંવાર બનાવી હવસનો શિકાર
સુરતમાં ધર્મના નામે ધતિંગ કરતા એક પાખંડી ભૂવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. કતારગામની એક યુવતીને તાંત્રિક વિધિના બહાને પોતાની જાળમાં ફસાવી અમરોલીના લંપટ નરેશ ચૌહાણ નામના ભૂવાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો આરોપ લાગ્યો છે. ભૂવાએ યુવતીને હોટેલમાં લઈ જઈને માતાજીનો નશાકારક પ્રસાદ ખવડાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. આ સાથે આરોપી ભૂવાએ ધમકી પણ આપી હતી કે, જો આ અંગે કોઈને કહીશ તો તારા ન્યૂડ ફોટો વીડિયો વાયરલ કરી દઈશ. જોકે, યુવતીએ આ અંગેની સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે.

સિંગણપોર પોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, “ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, ગત નવેમ્બર 2024માં પિતાના ઘરે કુળદેવીનું વિધિ અનુષ્ઠાન રાખવામાં આવ્યા હતા. જેમાં ભૂવાજી નરેશ ચૌહાણ આવ્યા હતા. ત્યારે તેમનો પરિચય થયો હતો. બે મહિના પછી ઇન્સ્ટા આઈડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જે ફરિયાદીએ સ્વીકારી હતી. જે બાદ મોબાઈલ નંબરની પણ આપલે કરી હતી.
એપ્રિલ 2025માં સિંગણપુરની હોટલમાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માતાજીનો પ્રસાદ ખાવા માટે આપ્યો હતો. આ પ્રસાદ ખાધા બાદ ફરિયાદી બેભાન અવસ્થામાં ગયા હતા. હોશમાં આવીને તેમણે જોયું હતું કે, તે નિવસ્ત્ર હતા. જેથી ફરિયાદીએ આ અંગે આરોપી ભૂવાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જો તમે આ અંગે કોઈને વાત કરશો તો તમારા ન્યૂડ ફોટો વીડિયો વાયરલ કરી દઈશ. જે બાદ આરોપી સામે ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે.”પીડિતાએ હિંમત ભેગી કરી આ પાખંડીનો અસલી ચહેરો દુનિયા સામે લાવવાનું નક્કી કર્યું. આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં લંપટ નરેશ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની કડક કલમો હેઠળ FIR નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
 આ કેસમાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ એ પણ સામે આવ્યો છે કે, આ દુષ્કર્મી ભૂવાએ કતારગામ અને અમરોલી વિસ્તારમાં પોતાના જેવા અનેક નકલી અને પાખંડી ભૂવાઓ તૈયાર કર્યા છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે, આવા લંપટ ભગત અને ભૂવાઓ ક્યાં સુધી યુવતીઓની લાજ લૂંટતા રહેશે. હાલ તો સિંગણપોર પોલીસે ગુનો નોંધીને આ પાખંડી ભૂવાની કુંડળી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!