Uncategorized
Trending

રીક્ષાચાલકો માટે ‘દિવાળી’ પણ સામાન્ય મુસાફરો માટે ‘હોળી’: આજથી રીક્ષા ભાડામાં વધારો, જાણો કેટલો ફટકો પડશે

auto rickshaw fare hike: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજથી રીક્ષા ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. હવે પ્રથમ 1.2 કિમી માટે ₹25, ત્યારબાદ પ્રતિ કિલોમીટર ₹20 અને રાત્રિ દરમિયાન વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

Ahmedabad auto rickshaw fare hike: શહેર સહિત સમગ્ર રાજ્યના ઓટોરીક્ષા ચાલકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રીક્ષાના ભાડા વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે. નવા નિયમ મુજબ હવે મુસાફરોએ પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવાનું રહેશે. ભાડા વધારાની લાંબા સમયની માંગણી સંતોષાતાં રાજ્યભરના ઓટોરીક્ષા ચાલકો અને યુનિયનોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારે ઓટોરીક્ષાના ભાડા વધારાને સત્તાવાર મંજૂરી આપી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાડા માળખા મુજબ, હવેથી રીક્ષામાં મુસાફરી કરવા માટે પ્રથમ 1.2 કિલોમીટર સુધી ₹25નું લઘુત્તમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જે અગાઉ ₹10 હતું. પ્રથમ 1.2 કિલોમીટરની મુસાફરી બાદ પ્રતિ કિલોમીટર ₹20 પ્રમાણે ચાર્જ ગણવામાં આવશે. વધુમાં, મીટર રીડિંગની ગણતરી સરળ બનાવવા માટે દર 200 મીટરના અંતર માટે ₹4નો વધારાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
                               આજથી લાગુ થયેલા રિક્ષા ભાડાના દરમાં કેટલો વધારો કરાયો

રીક્ષાના ભાડા માળખામાં વેઇટિંગ ચાર્જનો પણ સમાવેશ કરાયો

આ ભાડા વધારા ઉપરાંત રાત્રિના સમયે મુસાફરી કરનારા લોકો માટે ખાસ દરો નક્કી કરાયા છે. રાત્રે 11:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નિયમિત ભાડા પર 50% વધારાનો રાત્રિ ચાર્જ લાગુ પડશે. આ સાથે જ રીક્ષાના ભાડા માળખામાં વેઇટિંગ ચાર્જનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેથી રીક્ષાચાલકોને ટ્રાફિક કે રોકાણ દરમિયાન થતા નુકસાન સામે રાહત મળી રહે.

નવા દર મંજૂર કરતાં રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે

મોંઘવારી અને ઈંધણના ભાવમાં થયેલા વધારા સામે ઓટોરીક્ષા ચાલક યુનિયનો દ્વારા ભાડા વધારા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. સરકારે આ માંગણીઓને ધ્યાને રાખીને નવા દર મંજૂર કરતાં રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બીજી તરફ, આજથી જ નવા ભાડા દરો અમલી બની જતાં દૈનિક રીક્ષામાં મુસાફરી કરતા નાગરિકોના ખિસ્સા પર આ ભાડા વધારાની સીધી અસર જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!