Uncategorized

જયપુરની હોટલના રૂમમાં એક છોકરી, બે છોકરા, મહિને કમાઈ રહ્યા હતા લાખો રૂપિયા! આખો ‘ખેલ’ ઉઘાડો પડ્યો

જયપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક હોટલમાંથી બે યુવકો અને એક યુવતી ઝડપાઈ છે. આ હોટલના રૂમ નંબર 204માં એક એવો ખેલ ચાલી રહ્યો હતો, જેનો કોઈને અંદાજ પણ ન હતો. પણ જ્યારે પોલીસ અહીં પહોંચી અને રૂમ ખોલ્યો, ત્યારે હોટલના મેનેજર સહિત સ્ટાફની આંખો પહોંળી થઈ ગઈ
જયપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક હોટલમાંથી બે યુવકો અને એક યુવતી ઝડપાઈ છે. આ હોટલના રૂમ નંબર 204માં એક એવો ખેલ ચાલી રહ્યો હતો, જેનો કોઈને અંદાજ પણ ન હતો. પણ જ્યારે પોલીસ અહીં પહોંચી અને રૂમ ખોલ્યો, ત્યારે હોટલના મેનેજર સહિત સ્ટાફની આંખો પહોંળી થઈ ગઈ અને આ ત્રણેયની કરતૂત ઉઘાડી પડી. જે બાદ પોલીસ ત્રણેયને ઉઠાવીને પોલીસ સ્ટેશન પહોંચી, પૂછપરછમાં તો ખતરનાક મામલો સામે આવ્યો.
one girl two men 18 lakh month Income jaipur hotel room story
આ સમગ્ર બનાવ જયપુરના વૈશાલી નગર વિસ્તારમાં આવેલી એક હોટલનો છે. આ હોટલમાં ઓનલાઈન સટ્ટો રમાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસની ટીમ આ હોટલમાં ત્રાટકી હતી. પોલીસની ટીમ રૂમ નંબર 204માં પહોંચી હતી. જેની અંદર બે યુવક અને એક યુવતી મળી આવી હતી. રૂમમાં તપાસ કરતા મોબાઈલ, લેપટોપ અને ટેબલેટ સહિત અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે આ ઈલેક્ટ્રોનિક ડિવાઈસને તપાસવાનું શરૂ કર્યું તો કહાની ઘણી ચોંકાવનારી સામે આવી.
one girl two men 18 lakh month Income jaipur hotel room story
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રૂમમાંથી લગભગ 6 લાખ રૂપિયાની લેવડ-દેવડનો હિસાબ મળ્યો છે. આરોપીઓનો મહિનાનો આ ગેરકાયદેસર બિઝનેસ 18 લાખ રૂપિયાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ત્રણેય ક્રિકેટ અને બીજી ગેમો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે રૂમમાંથી 2 લેપટોપ, એક ટેબલેટ અને પાંચ મોબાઈલ ઝડપી પાડ્યા છે. હવે પોલીસ આમાંથી ડેટા કાઢી રહી છે, જેથી એ જાણી શકાય કે સટ્ટાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું.
one girl two men 18 lakh month Income jaipur hotel room story
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ નેપાળના અશોક પૌડેલ, પરીના ગિરી અને પુણેના પવન વૈષ્ણવ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં એક વાત સામે આવી છે. આરોપીઓ વિશે જાણવા મળ્યું કે તેઓ વારંવાર પોતાનું ઠેકાણું બદતા રહેતા હતા. એટલે કે તેઓ એક શહેર કે હોટલમાં રોકાતા નહોતા. તેઓ અલગ-અલગ શહેરમાં જઈને ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા.
one girl two men 18 lakh month Income jaipur hotel room story
હવે પોલીસ એ શોધી રહી છે કે, આનો માસ્ટર માઈન્ડ કોણ છે? આ ત્રણેયની સાથે સંપર્કમાં કોણ-કોણ હતા? તેમના આઈડી પર કેટલા લોકો સટ્ટો રમી રહ્યા હતા? આ પૈસા ક્યાં જઈ રહ્યા હતા? આ તમામ સવાલોના જવાબ જાણવા પોલીસ ઓનલાઈન લેવડ-દેવડ, મોબાઈલ-લેપટોપમાં હાજર ચેટ, સટ્ટા સાથે જોડાયેલા એકાઉન્ટ અને બીજા ડિજિટલ પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ લોકો સાથે પૈસાની લેવડ-દેવડ ક્યા માધ્યમથી ક્યાં-ક્યાં બેંક એકાઉન્ટ કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!