Uncategorized
Trending

Instagram પર યુવતી સાથે હોટલમાં મુલાકાતની લાલચ, અમદાવાદના યુવકને ₹9.50 લાખમાં પડી

અમદાવાદમાં Instagram પર યુવતી સાથે વાતચીત અને મુલાકાતની Sponsored Ad જોઈ 24 વર્ષીય યુવક ફસાયો હતો. રજિસ્ટ્રેશન બાદ યુવતીના ફોટા મોકલી હોટલ બોલાવવામાં આવ્યો અને પછી શું થયું? જાણો આખો લાલબત્તી સમાન કિસ્સો.

<img src=”data:;base64,” alt=”” aria-hidden=”true” />અમદાવાદ: Instagram પર યુવતી સાથે વાતચીત અને મુલાકાત કરાવવાની લાલચ આપતી Sponsored Ad પર વિશ્વાસ કરવો અમદાવાદમાં રહેતા 24 વર્ષીય યુવકને ભારે પડ્યો છે. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યા બાદ યુવકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને યુવતીની પસંદગી કરી હોટલમાં મળવા પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ આરોપીઓએ વિવિધ ચાર્જના નામે રકમ પડાવવાનું શરૂ કર્યું. સર્વિસ કેન્સલ કર્યા બાદ રિફંડ આપવાના બહાને યુવક પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹9.50 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે.

Instagram પર Sponsored Ad જોઈ સંપર્ક કર્યો

મૂળ મધ્યપ્રદેશનો 24 વર્ષીય યુવક અમદાવાદના પાલડી વિસ્તારમાં PGમાં રહે છે અને એક કંપનીમાં ટ્રેઇની તરીકે કામ કરે છે. ગત જુલાઈ મહિનામાં તેણે Instagram પર એક Sponsored Advertisement જોઈ હતી. તેમાં નજીકમાં રહેતી યુવતી સાથે વાતચીત અને મુલાકાત માટે સંપર્ક કરવાની માહિતી આપવામાં આવી હતી. જાહેરાતમાં આપેલા નંબર પર યુવકે ફોન કરતાં સામેવાળાએ પોતાનું નામ હુકમસિંગ હોવાનું જણાવ્યું હતું. યુવકે સર્વિસ અંગે માહિતી મેળવી રસ દાખવતાં તેની પાસેથી ₹500 રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી હતી.

ચાર-પાંચ યુવતીના ફોટો મોકલ્યા

રજિસ્ટ્રેશન બાદ સામેવાળાએ યુવકને ચારથી પાંચ યુવતીના ફોટોગ્રાફ મોકલ્યા હતા. યુવકે તેમાંથી એક યુવતી પસંદ કરી હતી અને તેને પાલડીની એક હોટલમાં મોકલવા માટે જણાવ્યું હતું. યુવક હોટલ પહોંચ્યા બાદ તેણે યુવતીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મુજબ, યુવતી તરફથી મુલાકાત ચાર્જ અને રૂમના ભાડા સહિતના ખર્ચ પેટે ₹14 હજારની માંગણી કરવામાં આવી હતી. યુવકે આ રકમ ચૂકવ્યા બાદ તેની પાસેથી વધુ રકમની માંગણી શરૂ થઈ હતી.

મેડિકલ, રેસ્ક્યૂ અને એક્ટિવેશન ચાર્જના નામે પૈસા પડાવ્યા

ફરિયાદ મુજબ, ત્યારબાદ યુવક પાસેથી મેડિકલ, રેસ્ક્યૂ અને એક્ટિવેશન સહિતના અલગ-અલગ ચાર્જના નામે નાણાં માગવામાં આવ્યા હતા. દરમિયાન સમય વધુ થઈ જતાં યુવકે સર્વિસ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી આરોપીએ બીજા દિવસે રિફંડ આપી દેવાની વાત કરી હતી. જોકે, રિફંડ આપવાના બહાને પણ અલગ-અલગ ચાર્જ વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે યુવક પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹9.50 લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થતાં યુવકે સૌપ્રથમ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે Instagram પરની Sponsored Adથી શરૂ થયેલા સંપર્કથી લઈને નાણાંની લેવડદેવડ સુધીના સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!