Uncategorized
Trending

નવી મુંબઈમાં 3 વર્ષની બાળકી સાથે હેવાનિયત, સ્કૂલ વેનના ડ્રાઇવરે જ દુષ્કર્મ આચર્યું

નવી મુંબઈમાં ત્રણ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપ સ્કૂલ વેનના ડ્રાઇવર પર લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલથી છૂટ્યા બાદ બાળકી વેનમાં એકલી હતી અને આ દરમિયાન ડ્રાઇવરે કથિત રીતે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘરે પહોંચ્યા બાદ બાળકીએ પરિવારને ઘટનાની જાણકારી આપી હતી, ત્યારબાદ પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

Mumbai Rape Case: દિલ્હીમાં દરિંદગી બાદ હવે મુંબઈમાં પણ માનવતા શર્મસાર થઈ છે. જી હા, નવી મુંબઈમાં સ્કૂલ વેનના ડ્રાઇવરે 3 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો છે. બાળકી સ્કૂલથી છૂટ્યા બાદ વેનમાં ઘરે પરત ફરી રહી હતી. ઘરે જતી વખતે તે વેનમાં એકલી હતી. આરોપ છે કે સ્કૂલ વેનમાં બાળકી એકલી રહી ગઈ તેનો ફાયદો ઉઠાવી ડ્રાઇવરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જોકે, ઘરે પહોંચ્યા બાદ બાળકીએ પરિવારને આખી ઘટના જણાવી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી.
આ પછી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીના માતા-પિતા ઉતાવળમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ વેનના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી વેન ડ્રાઇવરની તાત્કાલિક ધરપકડ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, બાળકી ઘરે આવીને જણાવ્યું કે, કેવી રીતે ડ્રાઇવરે વેનમાં તેની સાથે હેવાનિયત કરી હતી. તેણે જણાવ્યું કે દુષ્કર્મને કારણે તેના પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આજે ડ્રાઇવર અંકલે તેને ખૂબ હેરાન કરી હતી.

નિયમોને નેવે મૂકવામાં આવ્યા

અહીં જણાવવું જરૂરી છે કે નિયમ મુજબ સ્કૂલ બસમાં હંમેશા મહિલા અટેન્ડન્ટ હોવી જોઈએ. બસમાં સીસીટીવી હોવું જોઈએ. બસનું લાઇવ ટ્રેકર વિદ્યાર્થીના પરિવાર પાસે હોવું જોઈએ, પરંતુ અહીં નિયમોની અવગણના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્કૂલ પ્રશાસન પર પણ સવાલો ઊભા થાય છે. હાલમાં સ્કૂલ બસના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે એટલે કે શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દિલ્હીમાં પણ બની હતી દરિંદગી

હકીકતમાં, મુંબઈમાં આ દરિંદગી એવા સમયે સામે આવી છે, જ્યારે તાજેતરમાં દિલ્હીમાં એક ખાનગી બસમાં યુવતી સાથે બળાત્કાર થયો હતો. ગ્રેટર નોઈડાના પરી ચોકથી નોઈડા જવા માટે 16 વર્ષની વિદ્યાર્થિનીએ એક બસમાં લિફ્ટ લીધી હતી. બસમાં અન્ય કોઈ મુસાફર નહોતો. ડ્રાઇવર અને કંડક્ટરે તેને બળજબરીથી બસમાં રોકી રાખી અને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. વિદ્યાર્થિનીએ બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ફરી બસમાં ખેંચી લેવામાં આવી હતી. લગભગ 47 કિલોમીટરની મુસાફરી બાદ આરોપીઓ તેને દિલ્હીના કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ પાસે છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!