Uncategorized
Trending

‘મને આ યુવક…’ માતાનો ફોન આવતાં ઘરે દોડી ગયો પુત્ર, ઘરે માતા-બહેનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી

આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે, ઘટનાસ્થળેથી માતા અને પુત્રી બંનેના મોબાઇલ ફોન મળી આવ્યા નથી. બંને મૃતકોના મોબાઇલ ગાયબ હોવાના કારણે પોલીસની તપાસ વધુ ગંભીર બની છે. મોબાઇલ ફોનમાં રહેલી માહિતી, કોલ હિસ્ટ્રી, મેસેજ, સંપર્કો અને અન્ય ડિજિટલ વિગતો ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે.
સુરત: શહેરના પૂણા કેનાલ રોડ વિસ્તારમાં આવેલા શિવનગર સોસાયટીમાંથી માતા-પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મકાન નંબર 227માંથી 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની પુત્રી મુસ્કાન શ્રીવાસ્તવના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક જ ઘરમાં માતા અને પુત્રી બંનેના મૃતદેહ મળતાં ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
પ્રાથમિક વિગતો મુજબ, શિવનગર સોસાયટીના મકાન નંબર 227માં માતા-પુત્રી રહેતા હતા. કોઈ કારણસર બંનેના મોત થયા હોવાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પૂણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મકાન તથા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, શિવનગર સોસાયટીના મકાન નંબર 227માં માતા-પુત્રી રહેતા હતા. કોઈ કારણસર બંનેના મોત થયા હોવાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પૂણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મકાન તથા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હ
મૃતક મહિલાના પુત્રએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મને 12.30 કલાકે મમ્મીનો ફોન આવ્યો હતો. તેમણે મને જણાવ્યું કે આ યુવક મને મારી રહ્યો છે. મને ટ્રાફિકના લીધે ઓફિસથી ઘર પહોંચતા થોડો સમય લાગ્યો. મેં ઘરે પહોંચીને જોયું તો તેણે મારી માતા અને બહેનને મારી નાંખી હતી. મારી માતાના ગળામાં સાડી લપટાયેલી હતી અને અડધી કાપેલી સાડી પંખામાં લટકાયેલી હતી. મારી બહેનના ગળા પર હાથના નિશાન હતા. હત્યા થઇ છે એટલે જ તે ભાગીને ગયો છે. તેનું નામ હિમાંશુસિંઘ છે. તે અમારી સાથે દોઢ વર્ષથી રહેતો હતો. અમે ખોરાકી માંગતા તો અમને ધમકી આપતો. અમે ભાડે રહીએ છે, તે પણ અમારી સાથે રહેતો હતો. અમે પણ તેનાથી ભાડું માગી લેતાં હતાં.

આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ઘટનાસ્થળેથી માતા અને પુત્રી બંનેના મોબાઇલ ફોન મળી આવ્યા નથી. બંને મૃતકોના મોબાઇલ ગાયબ હોવાના કારણે પોલીસની તપાસ વધુ ગંભીર બની છે. મોબાઇલ ફોનમાં રહેલી માહિતી, કોલ હિસ્ટ્રી, મેસેજ, સંપર્કો અને અન્ય ડિજિટલ વિગતો ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે. મોબાઇલ ફોન ગાયબ હોવાના કારણે પરિવારજનો દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે માતા અને પુત્રીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે, પોલીસ દ્વારા હાલ કોઈ એક સંભાવનાને અંતિમ માનવામાં આવી નથી. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંનેના મોત કયા સંજોગોમાં થયા તે જાણવા માટે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઘરમાં કોઈ બહારની વ્યક્તિની અવરજવર થઈ હતી કે કેમ, બંને મહિલાઓના સંપર્કમાં તાજેતરમાં કોણ હતું અને ઘટના પહેલાં શું બન્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા બંને મૃતકોના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ અને અન્ય ડિજિટલ માહિતી મેળવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવે તેવી શક્યતા છે, જેથી ઘટના પહેલાં અને બાદમાં શંકાસ્પદ વ્યક્તિની અવરજવર અંગે કોઈ કડી મળી શકે.

પોલીસે બંને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાની તપાસને વધુ દિશા મળી શકે છે. શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ અને મોત કયા સંજોગોમાં થયું તે સહિતની મહત્વપૂર્ણ વિગતો પોસ્ટમોર્ટમ તપાસમાં બહાર આવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!